અજીબ બીમારીઃ આ શખ્સની એક કિસ કરવાથી પણ થઈ શકે છે મોત

Spread the love

પહેલીવાર કોઈને કિસ કરવાની હોય તો એ સૌ કોઈ માટે ખુશીની ક્ષણ હોય છે. પરંતુ અમુક લોકોને એ પણ નસીબ હોતું નથી. એક શખ્સ એવો છે કે પહેલી કિસ એનાં માટે મોતને આમંત્રણ આપવાં સમાન છે. જેનું નામ છે ઓલી વેદરોલ અને એનું વતન છે બ્રિટન. એને એક એવી એલર્જી છે કે જેનાં કારણે એ ન તો બહારનું કંઈ ખાઈ શકતો કે ન તો ક્યાંક ફરવા જઈ શકતો. અને એટલું જ નહીં પરંતુ કોઈ સાથે નજીકનાં શારિરીક સંબંધો બાંધવામાં પણ ધ્યાન રાખવું પડે છે.
આ એક એવી એલર્જી છે કે જો સામેવાળો માણસ પણ મગફળી ખાતો હોય તો એનાં સાથેનો કોઈ પણ સંબંધ ઓલીને ભારે પડી શકે છે. જો સામેવાળો પાર્ટનર મગફળી ખતો હોય અને ઓલી એને કિસ કરે કે પછી કોઈ પણ પ્રકારનો શારિરીક સંબંધ બાંધે તો એના માટે મોતને આમંત્રણ આપવા જેવું છે.
ઓલીનું કહેવું છે કે આવી બિમારીનાં કારણે લોકોનો જીવ પણ ચાલ્યો ગયો છે. આ એક મોટુ જોખમ છે. ફ્લાઈટમાં જવું અને કોઈ સાથે પ્રેમ સંબંધ બાંધવો એ પણ ખતરારૂપ નીવડી શકે છે. જેને આ બિમારી નથી એ લોકો માટે જિંદગી ખુબ સરળ છે પણ મારે તો જીવનનો ખાસ્સો સમય વિચારવામાં જ જતો જ રહે છે. અને ખાવા-પિવામાં ખુબ જ ધ્યાન રાખવું પડે છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *