અમૃતસર ટ્રેન દુર્ઘટના: જે પેસેન્જર દુર્ઘટના સમયે ટ્રેનમાં હતા તેમણે જણાવ્યું, ‘લોહીના છાંટા સીટ પર બેઠેલી મહિલા પર પડ્યાં અને લોકો ચીસો પાડવા લાગ્યા’

Spread the love

અમૃતસર: જાલંધર- અમૃતસર ડીએમયૂ ટ્રેનથી જોડા ફાટકની પાસે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 65થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ દુર્ઘટનાની જુદી-જુદી દિશામાં તપાસ થઈ રહી છે. દશેરાની રાત્રે જોડા ફાટક પાસે બનેલી આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી અને તે ટ્રેનમાં સવાર પ્રવાસી માટે આ દુર્ઘટના કદી ન ભૂલી શકાય તેવો પીડાદાયક અનુભવ હતો. દૈનિક ભાસ્કરની ટીમે મંગળવારે ડીએમયૂ 74634માં સવાર પેસેન્જર્સ સાથે વાતચીત કરી અને દુર્ઘટના સમયે સર્જાયેલી સ્થિતિ વિશે જાણ્યું.

પેસેન્જર્સે જણાવી આપવીતી

– પેસેન્જર્સે તે સમયની સ્થિતિ વર્ણવતા જણાવ્યું કે, દુર્ઘટના સમયે ટ્રેનની સ્પીડ થોડો સમય માટે ઓછી તો થઈ હતી પરંતુ પછી ફરી વધી ગઈ હતી. એવું પણ અનુભવાયું કે ટ્રેન સાથે કંઇક અથડાયું છે. જલંધરના શનિબાબાએ જણાવ્યું કે, તે પહેલા કોચમાં દરવાજા પાસે બેઠા હતા. ત્યારે એકદમ અચાનક ઝાટકો લાગ્યો. બારી પાસે બેઠેલી એક મહિલા પર લોહીના છાંટા પણ ઉડ્યાં, આ જોઇને બધા બૂમો પાડવા લાગ્યા. ટ્રેન અમૃતસર પહોંચી તે પછી દુર્ઘટનાની જાણ થઈ.

– પ્રવાસી અજયે જણાવ્યું કે, તે બારીની પાસે જ બેઠો હતો, પહેલા ટ્રેનની સ્પીડ ઓછી થઈ અને પછી ટ્રેને એકદમ સ્પીડ પકડી લીધી, જો કે કોઈ ટ્રેન પર પથ્થરમારો નહોતો કર્યો.

– સુરિન્દર રોજને બીજા ડબ્બામાં ગેટની પાસે સીટ મળી હતી. તેમણે જણાવ્યું કે, ટ્રેન સ્પીડ સાથે જ જોડા ફાટક ક્રોસ કરી રહી હતી. આ સમય દરમિયાન લાગ્યું કે ટ્રેનની નીચે કંઇક કચડાઈ રહ્યું છે. થોડા સમય બાદ દુર્ઘટનાની જાણ થઇ.

– પ્રવાસી કમલના જણાવ્યા અનુસાર તે દિવસે દશેરાના તહેવારના કારણે ટ્રેનમાં ભીડ ન હતી. આ સમયે ફટાકડાના અવાજ પણ વધુ આવતા હતા. આ સમયે થોડો ઝાટકો અનુભવાયો. આંચકો અનુભવાતા બઘા જ લોકો ડરી ગયા અને પોતપોતાની સીટ પકડી લીધી.

– વેદપ્રકાશે જણાવ્યું કે તે દિવસે તે પણ દશેરા જોવા માટે ટ્રેક પર ઉભા હતા અને અચાનક ટ્રેન આવી ગઈ. લોકોને જીવ બચાવવાનો મોકો જ મળ્યો. મેં બહુ સત્વરે પગ પાછળ લઇ લીધા અને સદભાગ્યે બચી ગયો.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *