આ છે ચીનની સૌથી સુંદર અભિનેત્રી, કર્યું એવું કામ કે રાખવી પડી ‘સિક્રેટ કસ્ટડી’માં

Spread the love

બેઈજિંગ: ફેન બિંગબિંગ (Fan Bingbing)એ હાલના સમયમાં ચીનની સૌથી સુંદર અભિનેત્રી ગણાય છે. તે લગભગ 3 મહિનાથી જાહેરમાં જોવા નહતી મળી. તેને 3 માસ માટે સિક્રેટ કસ્ટડીમાં રાખવામાં આવી હતી. હવે તેને સિક્રેટ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી છે. અભિનેત્રીને કરચોરીના મામલે 13 કરોડ ડોલર એટલે કે લગભગ 950 કરોડ રૂપિયા દંડ ભરવાનો કહેવાયું છે. બુધવારે આવેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ કરચોરીના આરોપ લાગ્યા બાદ 37 વર્ષની ફેન બિંગબિંગ જૂન મહિનાથી જાહેરામાં જોવા મળી નહતી. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ તેની કોઈ અપડેટ નહતી. તેના ગાયબ થવાની ઘટના દુનિયાભરમાં ચર્ચા બની ગઈ હતી. એક જુલાઈથી તે જાહેરમાં જોવા નહતી મળી. એમ પણ કહેવાયું હતું કે ચીનની સરકારની આલોચના કરવાના કારણે તેને ગુપ્ત સ્થાને રાખવામાં આવી હતી. 

સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ બિંગબિંગને કરોડો યુઆનનો કર અને દંડ ભરવાનો આદેશ કરાયો છે. રિપોર્ટમાં તેને અટકાયતમાં લેવાનો કોઈ ઉલ્લેખ કરાયો નથી. જો કે હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના સૂત્રોના હવાલે કહેવાયું કે કરચોરી મામલે તપાસ પૂરી થયા બાદ તેને એક અજાણ્યા સ્થળે રેસિડેન્શિયલ મોનિટરિંગમાંથી મુક્ત કરાઈ છે. પોસ્ટે પોતાના અહેવાલમાં કહ્યું કે તેને કરચોરી અને અન્ય મામલાઓમાં લગભગ 89 કરોડ 20 લાખ યુઆન ચૂકવવાનો આદેશ કરાયો છે. આમ ન થયું તો તેને પોલીસને સોંપી દેવાશે. 

ફેન બિંગબિંગના ચીનમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ Weibo પર 6 કરોડથી વધુ ફોલોઅર્સ છે. Weibo એ ટ્વિટરની જેમ જ ચીનમાં પ્રચલિત માઈક્રો બ્લોગિંગ સાઈટ છે. ગત વર્ષે ફેન બિંગબિંગની કમાણી લગભગ 30 કરોડ યુઆન એટલે કે 320 કરોડ રૂપિયા હતાં. કમાણીના મામલે તે ચીનની સૌથી મોટી સ્ટાર છે. ચીનની સરકારે તેની આ કમાણીના હિસાબે તેના પર દંડ લગાવ્યો છે. ફેન બિંગબિંગે 50થી વધુ ઈન્ટરનેશનલ અને ચાઈનીઝ ફિલ્મો કરી છે. તે 2014માં હોલિવૂડની એક્સ-મેન અને આયર્નમેનમાં પણ જોવા મળી હતી. 

https://www.instagram.com/p/BiuJDnFhCYB/?utm_source=ig_web_copy_link

Add a Comment

Your email address will not be published. Required fields are marked *