એસટી બસના ૪૦ મુસાફરોના જીવ બચાવનાર ચાલકને ૪પ૦૦નો દંડ

Spread the love


ઉના નજીક કંસારી રોડ પર દિવ-રાજકોટ રૂટની બસ ઉના ડેપો ઉપરથી બપોરના બે વાગ્યે ઉપડીને રાજકોટ જવાં રવાના થયાં બાદ કંસારી બાયપાસ પાસે પંચર પડતાં પાછી વાળીને ઉના ડેપોમા પરત આવતા હતા ત્યારે ભરડીયા પાસે સામેથી એસટીનીજ એક બસે કાવો મારતા ગોંડલ ડેપોની બસમાં બેસેલા ૪૦ જેટલા મુસાફરોને બચાવવા બસ ચાલકે પોતાની બસ સાઇડમાં ઉતારી લેતા ટેલીફોનની ગટરમાં બસ ખૂંપી જતાં આ બસ પલ્ટી મારે તે પહેલા ડ્રાઇવર અને કંડક્ટરે ઇમરન્સી બસના દરવાજાને ખોલીને મુસાફરોને સુરક્ષીત ઉતારી સમય સુચકતા વાપરી બચાવી લીધેલા હતા. અને આ બનાવની જાણ ઉના ડેપોના મેનેજરને કરાઈ હતી. અને એસટીનો ટેક્નીકલ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી બસ ખૂંપી ગઇ હોય અને ક્રેઇન બોલાવીને કાઢવા જણાવેલ હતુ આ દરમ્યાન એસટી બસમા મુસાફરી કરી રહેલા ૪૦ જેટલા મુસાફરો બે કલાક સુધી રોડ પર રઝડતા અને ગભરાયેલ હાલતમાં ઉભા હોય અને પોતાના ગામ પહોંચવા આતુરતા પૂર્વક રાહ જોતા હોય ઉના ડેપોના અધીકારીને જાણ કરવા છતાં અધીકારીઓએ પહેલા ગોંડલ ડેપોની ખૂંપેલી બસ બહાર કાઢવા ક્રેઇન બોલાવી તેના ખર્ચના રૂા. ૪૫૦૦ ડ્રાઇવર પોતાના ઘરના જમાં કરાવે તેવો આગ્રહ અને દબાણ કરતા અને ત્યાર પછી અન્ય બસ ફાળવવા જણાવતા આ બાબતે બસના એક મુસાફરે ઉના ધારાસભ્ય પુંજાભાઇ વંશ તેમજ નાયબ કલેક્ટર પ્રજાપતી અને એસટી બોર્ડ નિગમના અધિકારી સોનમ મેડમને જાણ કરતા એસટી ડેપોના મેનેજરનું દબાણ આવતા બે કલાકથી રોડ પર રઝળતા મુસાફરો માટે બસ તો આવી પણ મુસાફરોને સલામત ઉગારનાર ડ્રાઇવરને જાણે કે, તેણે કોઇ બસ ચલાવવામા મોટો ગુનો કર્યો હોય તેમ રૂા. ૪૫૦૦ ખૂંચેલી બસ કાઢવા ક્રેઇનના વસુલાત ભરાવતા ડ્રાઇવર પાસે આ રકમ ન હોવા છતાં તેણે એસટી બસ કંડક્ટર પાસેથી ઉછીના લઇ ભર્યા બાદ આ બસ રવાના થઇ હતી આ ઘટનાથી સમગ્ર મુસાફર આલમમાં અધિકારીની નાના કર્મચારી સામે કરાતી જોહુકમી સામે રોષની લાગણી ફેલાયેલ છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *