ઓડિશાના એક પોસ્ટમેને 10 વર્ષમાં 6000 પત્રોને એડ્રેસ પર પહોંચાડ્યા નહીં, 1500 પત્રો ઉધઈ લાગવાથી ખરાબ

Spread the love

ભુવનેશ્વર: ઓડિશામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. એક પોસ્ટમેને છેલ્લા 10 વર્ષોમાં 6000થી વધુ પત્રો પહોંચાડ્યા જ નથી. પરિણામે તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. આ પત્રોમાં કેટલાય એટીએમ કાર્ડ્સ અને બેંકોની પાસબુકો હતી, જે લોકો સુધી પહોંચી જ નહીં. ઓડિશાના ઓધંગા ગામમાં કેટલાક સ્કૂલના બાળકોને એક પોસ્ટ ઓફિસની જર્જરિત બિલ્ડીંગ પાસે આ પત્રો મળ્યા. આ પોસ્ટ ઓફિસ નવી બિલ્ડીંગમાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. બાળકોએ પત્રો ભરેલા બેગ વિશે પોતાના માતા-પિતાને જણાવ્યું. તે પછી અધિકારીઓને જાણકારી આપવામાં આવી. તેમાંથી આશરે 1500 પત્રો સુરક્ષિત નીકળ્યા, બાકીના ઉધઈ લાગવાને કારણે ખરાબ થઇ ગયા હતા.

ગામમાં એકલો પોસ્ટમેન હતો

– પોસ્ટમેનનું નામ જગન્નાથ પુહાન જણાવવામાં આવી રહ્યું છે. ગામની પોસ્ટ ઓફિસમાં તે એકમાત્ર પોસ્ટમેન હતો. અધિકારીઓનું કહેવું છે કે જગન્નાથ આળસુ હતો પરંતુ ચાલાક હતો. તે રજિસ્ટર્ડ કે સ્પીડ પોસ્ટથી આવેલા પત્રોને તેમના એડ્રેસ સુધી પહોંચાડી દેતો હતો, કારણકે તે જાણતો હતો કે આ પત્રોના પહોંચવાની જાણકારી અંગે તપાસ થઇ શકે છે. જ્યારે સામાન્ય પત્રોને તે રદ્દીમાં નાખી દેતો હતો.

ઓફિસરો છે દુવિધામાં

– એ વાત સ્પષ્ટ નથી થતી કે આટલા વર્ષોમાં ગામના કોઇ વ્યક્તિએ જગન્નાથી ફરિયાદ કેમ નથી કરી? આવી સ્થિતિમાં ઓફિસરો માટે જગન્નાથ પર કાર્યવાહી કરવી મુશ્કેલ થઇ રહી છે. જગન્નાથે પોતાના બચાવમાં કહ્યું છે કે ઘણા વર્ષો સુધી તે બરાબર રીતે ચાલી પણ શકતો ન હતો. પરિણામે પત્રોને સંબંધિત એડ્રેસ પર પહોંચાડવાનું કામ મુશ્કેલ હતું.

સુરક્ષિત પત્રોને હવે પહોંચાડવાની થઇ છે તૈયારી

– એક તપાસકર્તાના જણાવ્યા પ્રમાણે, “જે પત્રો સારી સ્થિતિમાં છે, તેમને બાકાયદા તેના એડ્રેસ પર પહોંચાડવામાં આવશે. હું મારી રીતે 2011માં નેવી તરફથી મોકલવામાં આવેલા એક પત્રને તપાસી રહ્યો છું જેમાં એક લોકલ છોકરાએ અરજી કરી હતી. સેંકડો પત્રો લોકો સુધી પહોંચાડી શકાશે નહીં, કારણકે તે ખરાબ થઇ ચૂક્યાં છે. તેનો અમને ઘણો ખેદ છે.”

Add a Comment

Your email address will not be published. Required fields are marked *