કીડીઓને ભગાડવા માટે અજમાવો આ અસરકારક ઘરેલું નુસખા

Spread the love

1075889656415be18ad3fk

ગરમી શરૂ થઇ ગઇ છે અને કીડીઓ પણ તેમના દરમાંથી બહાર આવે છે. એવામાં તમે ઘરમાં કે ઓફિસમાં કીડી થવાથી ખૂબ પરેશાન રહો છો જેના માટે તમે અનેક પ્રકારના ઉપાય કરો છો જે ખાસ કરીને નાકામ સાબિત થાય છે. જો તમે ગરમીમાં કીડીના આતંકથી પરેશાન રહો છો તો આ નુસખા તમારે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. તો આવો જોઇએ કેટલાક એવા સુપર નુસખા જેનાથી કીડીઓથી છૂટકારો મળી શકે છે.

ચોક
ચોકમાં કેલ્શ્યિમ કાર્બોનેટ હોય છે. જે કારણથી કીડીઓ તેની આસપાસ ભટકશે નહીં. જ્યાથી પણ કીડીઓ આવે છે ત્યાં ચોકનો પાઉડર છાંટી દો. જેથી તરત જ તેની અસર જોવા મળશે.

કાળામરી પાઉડર
કીડીઓ કાળામરી પાઉડરથી ખૂબ દૂર ભાગે છે. જેથી જ્યાં પણ કીડીઓ જોવા મળે ત્યાં કાળામરી પાઉડર છાંટી દો. આમ કરવાથી કીડીઓ તરત જ ભાગી જશે.

લીંબુ
લીંબુની તેજ દુર્ગંધથી કીડીઓ દૂર ભાગે છે. જ્યાં પણ કીડીઓ જોવા મળે તે જગ્યા પર લીંબુનો રસ કે છાલ મૂકી દો. તે સિવાય તમે પોતું કરતા સમયે લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો જેથી કીડીઓ આવશે નહીં.

મીઠું
મીઠાથી પણ કીડીઓ દૂર ભાગે છે. ઘરના જે ખૂણામાં કીડીઓનો આતંક છે ત્યાં થોડૂક મીઠું નાખી દો. કીડીઓ ગાયબ થઇ જશે.

વિનેગર
કીડીઓથી પરેશાન છો તો સફેદ વિનેહર તમને કામ લાગી શકે છે. એક બોટલમાં પાણી અને વિનેગર યોગ્ય પ્રમાણમાં મિક્સ કરી તે જગ્યા પર છાંટી દો. જેથી કીડીઓ દૂર ભાગશે. આમ કરવાથી તમને ફરક જોવા મળશે.

લવિંગ
જ્યાં પણ કીડીઓ જોવા મળે છે ત્યા તમે લવિંગની સાથે કજ મૂકી દો. તેની સુગંધથી કીડીઓ દૂર ભાગી જશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *