કૂતરાને હતું કેન્સર, ડોક્ટર્સે ખોપડીનો ભાગ કાઢીને ટાઇટેનિયમથી બનાવ્યો નવો ભાગ

Spread the love

કેનેડામાં ડોક્ટર્સ અને રિસર્ચર્સની એક ટીમે કેન્સર પીડિત એક કૂતરાનો જીવ બચાવી લીધો છે. કેન્સરનું ટ્યુમર કૂતરાંની ખોપડીના એક ભાગમાં હતું. એવામાં ડોક્ટર્સે તેની ખોપડીમાં ખરાબ થઇ ગયેલો ભાગ બદલવાનો હતો. જોકે આ તેની રીતે એક નવા જ પ્રકારનો પ્રયોગ હતો, કારણકે માથાનો ભાગ બદલીને ડોક્ટરોએ એ જ પ્રકારનો નવો ભાગ લગાવ્યો હતો. એવામાં રિસર્ચર્સની એક ટીમે 3-ડી પ્રિન્ટિંગ ટેક્નિકની મદદથી ટાઇટેનિયમની નવી પ્લેટ તૈયાર કરી અને ખોપડીના જૂના ભાગ સાથે બદલી દીધું.

* ખોપડી સ્કેન કરી તૈયાર કર્યું ટાઇટેનિયમનું મોડેલ
આ પ્રયોગને આખરી ઓપ આપનાર કોર્નેલ યુનિવર્સીટીના રિસર્ચર્સનું કહેવું છે કે કેન્સરનું ટ્યુમર કૂતરાની ખોપડીના બહારના ભાગમાં લટકવા લાગ્યું હતું.
રિસર્ચ ટીમની હેડ મિશેલે ખોપડી અને ટ્યુમરનું સ્કેનિંગ કરી અને 3-ડી પ્રિન્ટિંગ માટે તેનું મોડેલ તૈયાર કરવાનું શરુ કર્યું.

* માણસો ઉપર પણ અજમાવી શકાય એમ છે આ ટેક્નિક
ઓબલકે ભવિષ્યમાં આ ટેક્નિકનો ઉપયોગ માણસો ઉપર પણ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે જાનવરો માટે 3ડી પ્રિન્ટિંગ ટેક્નિક સંપૂર્ણ રીતે સફળ સાબિત થઇ છે. તેનાથી ગંભીર સમસ્યાઓથી ઝઝૂમી રહેલા માણસોના અંગોને બદલવા અંગે પણ વિચાર કરી શકાય છે. ડોક્ટર્સ પહેલા પણ માણસોના જડબા અને મણકાનું હાડકું સરખું કરવા માટે 3-ડી પ્રિન્ટિંગની મદદ લઇ ચુક્યા છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *