કોણ બનશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા ડો. હાથી? સામે આવ્યું છે નામ

Spread the love

નવી દિલ્હી : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડો. હંસરાજ હાથીનું પાત્ર ભજવનાર કવિ કુમાર આઝાદનું આજે મહારાષ્ટ્રના મીરા રોડ વોકહાર્ટ હોસ્પિટલમાં હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. તેમણે આમિર ખાનની મેલા અને પરેશ રાવલ સાથે ફંટૂશ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આર જે આલોકે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાન્ટ દ્વારા જાણકારી શેર કરી હતી. કવિ કુમાર આઝાદના મોતથી આ સિ્રિયલના તેમના લાખો ચાહકોને ભારે આંચકો લાગ્યો છે

કવિ કુમાર આઝાદના અકાળ મૃત્યુ પછી હવે આ રોલ કોણ ભજવશે એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ ચર્ચામાં સૌથી આગળ નામ છે નિર્મલ સોનીનું. દસ વર્ષ પહેલાં જ્યારે આ સિરિયલ શરૂ થઈ ત્યારે નિર્મલ સોની જ ડોક્ટર હાથીનો રોલ ભજવતા હતા. જોકે પછી કોઈ કારણોસર તેમણે આ શો છોડી દીધો હતો અને તેમની જગ્યાએ આ રોલ માટે કવિ કુમાર આઝાદની પસંદગી થઈ હતી.

કવિ કુમાર આઝાદના અકાળ મોતથી ટીવી ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ઝટકો લાગ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટરે 2010માં પોતાનું 80 કિલો વજન સર્જરીથી ઓછું કર્યું હતું. આ સર્જરી બાદ તેમને રોજિંદું જીવન જીવવામાં બહુ સરળતા હતી. જોકે આજે તેમનું અચાનક મૃત્યુ થયું છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *