કોલેજમાં ભણતી યુવતી બાથરૂમમાં ન્હાતી હતી ત્યારે આધેડે નગ્ન ફોટા પાડી લીધા પછી શું થયું? જાણો વિગત

Spread the love


વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી ત્યારે નગ્ન ફોટા પાડ્યા બાદ યુવતીને ઈમોજીના લવ હાર્ટના સ્માઈલીનું ચિત્ર વોટ્સએપ કરી હેરાન-પરેશાન કરતા આઘેડ સંબંધીની પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

વડોદરાના કારેલીબાગમાં જલારામ મંદિર પાસેના કોમ્પ્લેક્સમાં રહેતી 20 વર્ષની યુવતી હાલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. ત્રણ વર્ષ પહેલા તે શાળામાં હતી ત્યારે તેના નજીકના 56 વર્ષના સંબંધીએ કેટલાંક ફોટા મિત્રો સાથે પાડીને યુવતીની માતા અને પિતાને બતાવ્યા હતાં.


આ ફોટા અંગે યુવતીએ ચોખવટ કરતા માતા-પિતાએ તે સંબંધીને ચેતવણી આપી તેઓની સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. આ ઘટના બાદ યુવતીના માતા-પિતા અમેરિકા રહેવા માટે ગયા હતાં અને યુવતી તેના ભાઈ તેમજ દાદા-દાદી સાથે વડોદરા રહે છે.

25 ઓગષ્ટ 2018ના રોજ અનીલભાઇએ ફરી યુવતીને વોટ્સએપથી મેસેજ કરવાનું ચાલુ કરી લવ હાર્ટના મેસેજ વોટ્સએપ દ્વારા મોકલવા માડ્યાં હતા. તેમજ ફોટો ક્રોપ કરી તે મોકલી પાતળી કેટલી મસ્ત હતી તું તેવી કોમેન્ટ પણ મેસેજ કરતાં હતાં. ત્યાર બાદ ફરીથી યુવતીના ફોટા મોકલી લોકેશન પણ વોટ્સએપ પર પુછતાં હતાં.

છેલ્લે યુવતીએ કંટાળીને વિદેશમાં રહેતા માતા-પિતાને જાણ કરતા તા.20 સપ્ટેમ્બરના રોજ યુવતી તેના ભાઈ અને દાદા-દાદી સાથે મહેતાપોળ ગઈ હતી ત્યારે અનીલભાઇના પત્ની સ્વાતિબેનને વાત કરતા તેઓ માન્યા ન હતા અને અનીલભાઇને મોકલ્યા હતાં. જોકે માફી માંગવાના બદલે અનીલભાઇએ યુવતીના બાથરૂમમાં સ્નાન કરતી હોય તેવા વસ્ત્રહીન ફોટો બતાવ્યા હતાં અને ચરિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી જણાવેલ કે તને કોઈ પણ છોકરો કશું પણ કહે તો તું તૈયાર થઇ જાય.

‘તારા નગ્ન ફોટા ત્રણ વર્ષથી જોઉં છું તું કેટલી સરસ લાગે છે’ તેમ કહી અનીલભાઇ ઘરમાંથી બહાર નીકળી મોટે મોટેથી બોલી મોબાઈલમાંથી યુવતીના નગ્ન ફોટા ડીલિટ કરી નાંખ્યા હતાં. આ અંગે આખરે યુવતીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 56 વર્ષના અનીલ શાહની ધરપકડ કરી હતી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *