ઘાયલ યુવતીને ડૉક્ટરે આપી દવા અને જીભ પર થયું એવું કે જાણીને ગભરાઈ જશો

Spread the love

અમેરિકાના મિસૌરીમાં એક મહિલા કાર એક્સિડન્ટમાં ઘાયલ થઈ ગઈ. ત્યાર બાદ તરત જ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરે તેનો ઈલાજ તો કરી લીધો પરંતુ તેના એક પગમાં ઈન્ફેક્શન થઈ ગયું છે.

ડૉક્ટરે મહિલાને એન્ટિબાયોટિક meropenem અને minocycline આપી. થોડા દિવસો બાદ મહિલાને ગભરામણ થવા લાગી અને મોઢાનો સ્વાદ પણ ખરાબ થવા લાગ્યો. મહિલાની જીભ પર વાળ ઉગવા લાગ્યા હતા. આવું એન્ટિબાયોટિકની એલર્જીના કારણે થયું હતું

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એલર્જીના કારણે મહીલાની જીભ પર વાળ ઉગવા લાગ્યા હતા. ડૉક્ટરોની ભાષામાં આ બીમારીને lingua villosa nigra કહવામાં આવે છે. ડૉક્ટરોએ જણાવ્યા અનુસાર આવી હાલતમાં 1થી 18 મિલીમીટર સુધી વાળ ઉગે છે. મોઢાની સફાઈ અને તમાકુના સેવનથી આ પરેશાની વધવા લાગે છે.


જોકે, આ બિમારીનો ઈલાજ સંભવ છે. ઈલાજ બાગ મહીલાની પરેશાની દૂર થઈ ગઈ છે અને સાથે જ તેને ઓરલ હાઈજીન એટલે કે મોઢાની સફાઈની પણ સલાહ આપવામાં આવી છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *