જનતા રેડ મામલે ફસાઇ હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની ત્રિપુટી, નોંધાઈ પોલીસ ફરિયાદ

Spread the love

ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં જનતા રેઇડનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. તાજેતરમાં અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિઓની હાલત લથડી હતી. આ મામલાનો વિરોધ કરવા માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ દારૂ વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું અને ગાંધીનગરમાં જનતા રેડ પાડી હતી. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ કોન્ગ્રેસના રાધનપુરના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોર, વડગામના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની ત્રિપુટીએ ગઈ કાલે કથિત દારૂના અડ્ડા પર જનતા રેઇડ પાડી હતી. આ ત્રિપુટીએ બે કોથળી દારૂ પકડતાં ગાંધીનગરમાં રાજકારણ ગરમાયું હતું અને ગાંધીનગર પોલીસ ખુલાસો કરવા મેદાનમાં આવીને જનતા રેઇડને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો હતો.

વીડિયો વાયરલ: ઉન્નાવમાં મહિલા સાથે ગેંગરેપની કોશિશ

આ જનતા રેડમાં બે કોથળી જ દારૂ મળતા હવે આખા મામલામાં વળાંક આવ્યો છે. આ મામલામાં જેમના ઘરે રેઇડ પાડવામાં આવી છે એ કથિત કંચન ઝાલાએ ખોટી રેઇડ કરવામાં આવી હોવાનો વળતો આરોપ મૂક્યો્ છે અને પોલીસ ફરિયાદ કરી છે. આ મામલામાં હાર્દિક, અલ્પેશ અને જિજ્ઞેશની સામે ખોટી રેઇડ કરવાની ગાંધીનગરના સેક્ટર 21માં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદના લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે. સુરત પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર છાપો મારવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે રેઇડ કરીને મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *