જામનગરમાં ત્રણ કિશોરનું અપહરણ, સુરતમાં બાળકોને ઉઠાવી જવાનો મેસેજ વાયરલ

Spread the love

રાજ્યમાં આજકાલ સોશિયલ મીડિયામાં બાળકોને ઉઠાવી જવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે. ગત અઠવાડિયાએ દ્વારકામાં બાળકોને ઉઠાવી જવાની શંકામાં બે લોકોને માર મારવામાં આવ્યો હતો. આ સમાચાર વચ્ચે જામનગરમાંથી ત્રણ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો કેસ સામે આવ્યો છે. બીજી તરફ સુરતમાં મહિલાઓ બાળકોનું અપહરણ કરી જતી હોવાનો વીડિયો વાયરલ થયા બાદ મહિલાઓના સોસાયટીઓમાં પ્રવેશને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

જામનગરમાં ત્રણ બાળકોનું અપહરણ

મળી રહેલી માહિતી પ્રમાણે જામનગર તાલુકાના મોટી ખાવડી ગામ ખાતેથી ત્રણ કિશોરનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે 23મી જૂનના રોજ અજાણ્યા શખ્સે ત્રણેય કિશોરનું અપહરણ કર્યું છે. આ મામલે મેઘપર પોલીસ તપાસ હાથ ધરી છે. સગીરો ગુમ થયા બાદ પરિવારમાં ચિંતાનો મોજું ફરી વળ્યું છે.

અપહરણ કરવામાં આવેલા સગીરોના નામ

1) સમીર મુન્નાભાઈ, ઉંમર- 16 વર્ષ

2) પરસોત્તમ સુગ્રીવગીરીગો સાઈ, ઉંમર- 14 વર્ષ

3) કમલેશ કુશવા, ઉંમર- 15 વર્ષ

સુરતમાં મહિલાઓ બાળકને ઉઠાવી જતી હોવાના મેસેજ વાયરલ

સુરતમાં મહિલાઓ બાળકોને ઉપાડી જતી હોવાના મેસેજ વાયરલ થયા હતા. જે બાદમાં સ્થાનિકોએ સોસાયટીમાં આવતી જતી મહિલાઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે. રહીશોને સભ્યોને સૂચના આપી છે કે સોસાયટીમાં પ્રવેશ કરતી તમામ મહિલાઓએ પોતાનું મોઢું ખુલ્લું રાખવું. નોંધનીય છે કે સુરતમાં થોડા દિવસથી મહિલાના અવાજમાં એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સુરતના સાયણ વિસ્તારમાંથી નવા બાળકોનું અપહરણ કરવામાં આવ્યું છે. આવી આખી ટોળકી સક્રિય હોવાનું વીડિયોમાં કહેવામાં આવ્યું હતું.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *