ટોયલેટમાં જમવાનું મિક્સ કરીને ખાધું આ મહિલાએ, કારણ જાણી ચકરાઈ જશો

Spread the love

સોશિયલ મીડિયા પર દરરોજ અલગ-અલગ પ્રકારના અજીબોગરીબ ઘટનાના વીડિયો ચર્ચામાં રહે છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ચીનના ઝાંગઝુ શહેરનો જણાવાઈ રહ્યો છે. જેમાં જે લોકો દેખાઈ રહ્યા છે તેમની હરકત કોઈ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય. એટલું જ નહીં, જો પોચા હૃદયવાળા હોય તો આ વીડિયો જોઈને ઉલ્ટી પણ કરી દે.

ટોયલેટમાં ખાવાનું ખાધુ અને યુરિનલમાં મિક્સ કર્યુ

અત્યાર સુધી તમે જોયુ હશે કે રેસ્ટોરન્ટ અથવા કેફેમાં થીમ મુજબ ટૉયલેટ સીટ પર ફૂડ સર્વે કરવામાં આવે છે, પરંતુ હવે ચીનના ઝાંગઝુ શહેરમાં એક કંપનીએ ટૉયલેટમાં જમવાનુ આરોગ્યુ. એટલુ જ નહીં, કંપનીના લોકોએ યુરિનલમાં જમવાનુ આરોગ્યુ.

કંપનીએ જણાવ્યું આ કારણ

આ વીડિયોને પીયર વીડિયોએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે કેવીરીતે કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરે યુરિનમાં ખાવાનુ મૂક્યુ અને પછી મિક્સ કરી દીધું. જોકે, કંપનીએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે કંપનીના ટૉઈલેટની સ્વચ્છતા ચેક કરવા માટે આવુ કરવામાં આવ્યું હતું.

ટૉયલેટની અંદર ડિનર ટેબલ લગાવ્યું

વીડિયોમાં બતાવવામાં આવ્યુ છે કે મેનેજરે ફૂડને ટૉયલેટમાં મિક્સ કરી દીધું અને ત્યારબાદ તે ખાવાનુ ખાધુ. બાદમાં અન્ય કર્મચારીઓએ પણ આ જમવાનુ આરોગ્યુ. જણાવાઈ રહ્યુ છે કે ચીનના આ ટૉઈલેટમાં કર્મચારીઓનો ટ્રેનિંગ કાર્યક્રમ હતો. જેને કારણે ટૉઈલેટની અંદર ડિનર ટેબલ લગાવ્યુ હતું. જોકે, કંપનીના કર્મચારીઓને ભલે ટૉઈલેટમાં રાખેલુ જમવાનું પચી ગયુ હોય, પરંતુ સામાન્ય વ્યક્તિને આ વાત કોઈ પણ રીતે પચતી નથી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *