‘તારક મહેતા…….’માં ડો. હાથીની થઈ ગઈ પસંદગી, જાણો ક્યારે થશે નવા ડો. હાથીની એન્ટ્રી ?

Spread the love

મુંબઇઃ ટીવીના જાણીતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હાથીની ભૂમિકા ભજવતા કવિ કુમાર આઝાદના નિધન બાદ શોના નિર્માતા ડોક્ટર હાથીના પાત્ર માટે યોગ્ય એક્ટરની શોધ કરી રહ્યા હતા. ફિલ્મના નિર્માતાઓએ લોકોનો રસ જળવાય એટલા માટે ડો. હાથીનું પાત્ર કોણ ભજવશે તે સસ્પેન્સ રાખ્યું છે પણ સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્મલ સોની ડો. હાથી તરીકે પાછો ફરશે. ડો. હાથીની એન્ટ્રી 15 ઓગસ્ટના એપિસોડમાં થાય તેવી શક્યતા છે. હાલમાં ડો. હાથીના નવા એપિસોડનું શૂટિંગ ચાલી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, શોના પ્રોડ્યુસર અસિત મોદી અગાઉથી જ કહી ચૂક્યા છે કે તે ડોક્ટર હાથીના નિધન બાદ દુખી છે પરંતુ આ ભૂમિકા ચાલુ રહેશે. શો સાથે જોડાયેલા એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે આ ભૂમિકા માટે નિર્મલ સોનીની પસંદગી કરવામાં આવી શકે છે. કારણ કે કવિ કુમાર આઝાદ અગાઉ નિર્મલ સોની જ ડોક્ટર હાથીની ભૂમિકા નિભાવતો હતો. વર્ષ 2009માં કવિકુમાર આઝાદે નિર્મલ સોનીને રિપ્લેસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અસિત મોદી અગાઉ કહી ચૂક્યા છે કે મિસ્ટર હાથી શોના એક મહત્વપૂર્ણ હિસ્સો હતા. દર્શકો તેમને પ્રેમ કરતા હતા. નોંધનીય છે કે કવિ કુમાર આઝાદનું હાર્ટઅટેકને કારણે નિધન થયું હતું. કવિ કુમાર આઝાદને અગાઉ બેરિએટ્રિક સર્જરી કરાવી હતી પરંતુ બાદમાં થોડા વર્ષો બાદ ખરાબ તબિયત રહેતા ડોક્ટરે ફરીવાર આ સર્જરી કરવા કહ્યુ હતું પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *