તો આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ બોલીવુડની આ ફિલ્મ જોશે અને વિશે નિર્ણય લેશે

Spread the love

સલમાન ખાન ફિલ્મ્સની અપકમિંગ ફિલ્મ લવરાત્રિ સામે થયેલી જાહેર હિતની અરજી કરાઇ છે. ગઈકાલે આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઇ છે. જેમાં લવરાત્રીના બદલે લવયાત્રી નામ કરાયું છે. તો સામે અરજદારની રજૂઆત હતી કે નામ બદલવાથી ફિલ્મમાં દર્શાવેલ સીન નથી બદલાતા. હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચે છે. તો ફિલ્મ પ્રોડ્યુસરની રજૂઆત હતી કે હજુ ફિલ્મને સેન્સર બોર્ડે સર્ટિફિકેટ આપ્યું નથી.

કોર્ટે હાલ હસ્તક્ષેપ ન કરવો જોઈએ. તો આ મામલે  કોર્ટે કહ્યું છે કે લાગણી દુભાતી હોય એવો જો કોઈ સીન કોર્ટને લાગ્યો કોર્ટ બધુ જ સ્ટે કરી દેશે.આ અંગે કોર્ટે કહ્યું છે કે ફિલ્મ પ્રોડયૂસર કાલેને કાલે જવાબ આપે અને જો કોર્ટને જરૂર લાગશે તો કોર્ટ કાલે ફિલ્મ જોશે અને નિર્ણય લેશે. ત્યારે આ સમગ્ર મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સની તકલીફ વધી શકે છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *