દાહોદની શાળામાં આચાર્ય અને શિક્ષિકાને કીસ કરતા હતાં ને……….

Spread the love

દાહોદ: શાળામાં પ્રેમી યુગલ વચ્ચેની પ્રેમલીલાના વાયરલ થયેલા વીડિયોએ દાહોદમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રેમી યુગલ શાળાના આચાર્ય અને શિક્ષિકા વચ્ચેની પ્રેમલીલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે


અલબત્ત, આ ગામના આગેવાનનો દ્વારા થોડા સમય અગાઉ જ જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય અને શિક્ષિકાની પ્રેમલીલાની કરતૂતોથી વાકેફ કર્યાં હતાં.


પરંતુ વાયરલ થયેલા વીડિયો મુજબ શિક્ષિકા અને આચાર્ય વચ્ચેની પ્રેમલીલા શાળાના એક ઓરડામાં જ થઈ રહી છે. શિક્ષણ જગત માટે કલંકરૂપ સમાન આ ઘટનાની આ વિસ્તારમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે.

વીડિયો બહાર આવતાં આ બંન્ને શિક્ષકો સંજેલી તાલુકાની એક શાળાના જ હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય અગાઉ સંજેલી તાલુકાના આવેલી ભામણ પ્રાથમિક શાળામાં સરકારી ગ્રાંટનો બારોબાર વહીવટ થતો હતો જેના કારણે પણ હોબાળો મચ્યો હતો.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *