ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર, ક્યારે મેળવી શકશો માર્કશીટ

Spread the love

ગાંધીનગરઃ જેની કાગડોળે રાહ જોઇ રહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 28મી મેના રોજ જાહેર થશે. વિદ્યાર્થીઓ સવારે 8 કલાકે વેબસાઇટ પર પોતાનું પરિણામ જોઇ શકશે. અને 11 કલાકે જેતે શાળામાંથી પોતાની માર્કશીટ મળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ધોરણ-10ના પરિણામની તારીખો વાયરલ થઇ હતી જેને લઇને બોર્ડે સ્પષ્ટતા કરી હતી. બોર્ડ દ્વારા તારીખ જાહેર ન કરાઈ હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, પરીક્ષા સમિતીની બેઠક બાદ સાચી તારીખ જાહેર કરાશે. હાલ તેમણે તારીખ જાહેર કરી દીધી

મહત્વનું છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2018માં લેવાયેલી ધોરણ 10ની પરિક્ષાની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. જેને લઇ દરેક વિદ્યાર્થીઓમાં પોતાનાં પરિણામને લઇ એક પ્રકારની આતુરતા જોવાં મળી રહી છે.

મહત્વનું છે કે www.gseb.org વેબસાઇટ પર આપ આ પરિણામ જોઇ શકશો. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આ વેબસાઇટ પર આપનું પરિણામ મૂકવામાં આવશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *