પોલીસ અને લોકોની સામે જ અડધી રાત્રે કપડા ઉતારનારી મોડલે કર્યો ખુલાસો

Spread the love

મુંબઈના એક એપાર્ટમેંટમાં રાત્રે એક વાગ્યે નશામાં ધૂત એક મોડેલે સિગરેટ જેવી નજીવી બાબતને લઈને ભારે હંગામો કર્યો હતો. તેણે લોકોની સામે જ પોતાના કપડા ઉતારી દીધા હતાં અને નગ્ન થઈ ગઈ હતી. જોત જોતામાં તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયાં હતાં.

મોડલ સોસાયટીના સિક્યૂરિટી ગાર્ડને સિગરેટ લઈ આવવા કહ્યું હતું, જે નો ગાર્ડે ઈનકાર કરતા મૉડલ રીતસરની હિંસક બની ગઈ હતી. તે સિક્યુરિટી ગાર્ડને લાથ, ઢીક્કા મારવા લાગી હતી અને અભદ્ર ગાળો બોલતી હતી. એટલું ઓછું હોય તેમ પોલીસની હાજરીમાં જ શરીર પરના બધા જ કપડા કાઢીને નગ્ન થઈ ગઈ હતી.

આ મોડેલ વિરૂદ્ધ સિક્યુરીટી ગાર્ડની ફરિયાદના આધારે NCR દાખલ કરવામાં આવી છે. મોડેલનો જે વીડિયો વાયરલ થયો છે, તેમાં મોડલ પોલીસ સ્ટેશન જવાનો વિરોધ કરતી નજરે પડે છે. પોલીસ મોડલની પુછપરછ કરવાનો પ્રયાસ કરે છે. પણ મોડલ તેનો સતત ઈનકાર કરતી રહે છે.

27 વર્ષની આ મોડલ મુંબઈમાં એકલી રહે છે. તેના માતા-પિતા અને પરિવાર અન્ય શહેરમાં રહે છે. મોડલ ઘરથી દૂર અભિનય અને મોડેલિંગની દુનિયામાં નામ કમાવવા આવી છે. મોડલ મુંબઈને મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર માને છે પરંતુ એવી તો શું મજબુરી હતી કે તેણે પોલીસ સામે જ કપડા ઉતારવા પડ્યાં?

મોડલનું કહેવું હતું કે, ગાર્ડે તેની સાથે ગેરવર્તન કર્યું. પોલીસના કારણે તેને કપડા ઉતારવા પડ્યાં. કારણ કે પોલીસ મહિલા કોન્સ્ટેબલ વગર જ આવી હતી. પોલીસ બળજબરીપૂર્વક તેને લઈ જવા માંગતી હતી. ઘટનાસ્થળ પર હાજર ત્રણેય પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ફરિયાદ નથી નોંધી રહી.

પોલીસ, ગાર્ડ અને સોસાયટીના લોકોની સામે જ કપડા ઉતારનારી આ મોડલ ઈચ્છે છે કે, તેને કઈ મજબુરીમાં કપડા ઉતારવા પડ્યાં તે વાત પણ બહાર આવવી જોઈએ. મોડલનું કહેવું છે કે, મેં બળાત્કારના અનેક કિસ્સાઓ સાંભળ્યા છે. પોલીસ પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા મોડલે કહ્યું છે કે, આજકાલ પોલીસ પણ બળાત્કાર કરતી હોય છે. તે રાત્રે મને પણ એવો જ ડર હતો કે પોલીસ મને પોલીસ્ટ સ્ટેશનના બદલે ક્યાંક બીજી જગ્યાએ લઈ જશે.

ગાર્ડ સાથે ઝગડો કર્યા બાદ મોડલે 100 નંબર ડાયલ કર્યો હતો. પોલીસ 10 જ મીનીટમાં આવી ગઈ હતી. પોલીસે મોડલને પોલીસ સ્ટેશન આવવા કહ્યું. પરંતુ મોડેલે સ્પષ્ટ ઈનકાર કરતા કહી દીધું હતું કે, હું નહીં આવું. શું તમારી દિકરી હોત તો પણ તમે આવું જ કરત?

Add a Comment

Your email address will not be published. Required fields are marked *