ફક્ત આલિંગન આપીને આ યુવતી કરે છે લાખોની કમાણી!

Spread the love

દરેકની જિંદગી વ્યસ્ત છે. દરેકને ટેન્શન છે. સૌ કોઈને હૂંફ અને પ્રેમ જોઈએ, પણ મળતો નથી. એટલે વર્તમાન વિશ્વમાં આલિંગન આપનાર મહિલાઓની ડિમાન્ડ વધી રહી છે. આવી જ એક મહિલાની સ્ટોરી વાયરલ થઈ છે. આ અજાણ્યા લોકોને આલિંગન આપે છે અને આલિંગન આપવું એ જ આ મહિલાનું પ્રોફેશન છે. આલિંગન આપીને આ મહિલા ૪૫ હજાર પાઉંડ એટલે ૪૦ લાખ રૂપિયા કમાઈ લે છે.


ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં રહેનાર જેસિકા ઓ નીલ નામની મહિલાએ આ પ્રોફેશનની શરુઆત ૬ મહિના પહેલા કરી હતી અને સપ્તાહમાં ૮૬૦ પાઉન્ડ કમાતી હતી. જેસિકા ઓ નીલ ક્વિન્સલેન્ડના ગોલ્ડકોસ્ટમાં ૧૦ વર્ષથી મસાજ સેન્ટર ચલાવતી હતી. આ સેન્ટરમાં એણે આલિંગન આપવાની સુવિધાને જોડી દીધી. મીડિયા રિપોર્ટ અનુસાર જેસિકાનું કહેવું છે કે, એક કલાક સુધી આલિંગન આપવાનો ચાર્જ ૪૫ પાઉન્ડ છે.જેસિકા ઓ નીલના જણાવ્યા અનુસાર આલિંગનની થેરાપીના કારણે અકેલાપન અનુભવનાર લોકો અને ડિપ્રેશનની પીડાતા લોકોને ખૂબ ફાયદો પહોંચ્યો છે.

એમને અનુભવાય છે કે કોઈ એમને પ્રેમ-હૂંફ આપી રહ્યું છે અને સન્માન આપી રહ્યું છે. જેસિકાનું કહેવું છે કે હું લાગણીશીલ ઈન્સાન છું અને મને લોકોને આલિંગન આપવું ગમે છે.મારી મા મને આલિંગન આપતી ત્યારે અનુભવાતું કે બધું જ સારું છે,તેમ જેસિકાએ જણાવ્યું હતું. આ કારણે જ જેસિકા અજનબી લોકોને આલિંગન આપતા અચકાતી નથી. જેસિકાએ વધુમાં કહ્યું કે, હમણાં સુધી લોકોને આલિંગન આપવાનો અનુભવ સારો રહ્યો. લોકો ખૂબ પ્રેમ અને સન્માન આપે છે. જેસિકાના પતિને પણ આ વ્યવસાયથી કોઈ પ્રોબ્લેમ નથી


અહીંયા એ નોંધવું રહ્યું કે, જેસિકાને ત્રણ સંતાન છે. જેસિકાના મોટા ભાગના ગ્રાહક પુરુષ હોય છે. ફક્ત આલિંગન માટે જેસિકાને ૪૬ પાઉન્ડ, આલિંગન આપવાની સાથે કાઉન્સેલિંગ માટે ૬૩ પાઉન્ડ અને ફ્રેન્ડશીપ સ્ટાઈલમાં કોફી અને આલિંગન આપવા માટે ૮૬ પાઉન્ડનો ચાર્જ લે છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *