બાળકને છાતીમાં થતો હતો દુખાવો, ડોક્ટરે કહ્યું- સાંપે ડંખ માર્યો છે, 40 મિનિટમાં આપ્યા 5 ખોટાં ઇંજેક્શન

Spread the love

ઝારખંડ: 15 વર્ષના બાળક આનંદના પેટ અને છાતીમાં રવિવારે રાતે 11 વાગે ખૂબ દુખાવો શરૂ થયો હતો. ઘણાં ઘરેલુ ઉપચાર કર્યા પરંતુ તેને આરામ નહોતો મળતો. તેથી સોમવારે સવારે 6 વાગે પિરવારજનો તેને પીએમસીએચ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં આનંદને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ડોક્ટર્સે બાળકને સાંપ કરડ્યો હોવાની વાત કરી હતી અને તેમણે 10 એન્ટી સ્નેક વેનમના ઇંજેક્શન મંગાવ્યા હતા.

હોસ્પિટલમાં ખોટા ઈલાજના કારણે ગયો જીવ

પરિવારજનોએ કહ્યું, ડોક્ટરે40 મિનિટમાં એક પછી એક એમ પાંચ એન્ટી સ્કેમ ઇંજેક્શન આપ્યા હતા. પરિણામે આનંદની સ્થિતિ સારી થવાની જગ્યાએ વધારે ખરાબ થઈ ગઈ હતી. આનંદને 6 વાગે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને દોઢ કલાકમાં જ 7.25 વાગે તેનું મૃત્યુ થઈ ગયું હતું.

પિતાનો આરોપ

સાંપે તેને ડંખ માર્યો હોત તો આનંદે અમને વાત કરી હોત. તેના શરીર પર ક્યાંય સાંપે ડંખ માર્યો હોવાના નિશાન પણ મળ્યા નથી. ખોટા ઉપચારના કારણે તેનું મોત થયું છે.

હોસ્પિટલે ગણાવ્યો પરિવારનો વાંક

હોસ્પિટલના ડિરેક્ટર ડો. તુનુલ હેમરોમે જણાવ્યું કે, સાંપે આનંદને ડંખ માર્યો હતો. પરિવારજનોએ અંધશ્રદ્ધાના પગલે ઉઝણી પણ ઉતરાવી હતી. બાળકને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળી ન હોવાથી તેનું મોત થઈ ગયું છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *