બાળક ચોર ગેંગની અફવા: અમદાવાદમાં લોકોએ એક મહિલાને મોતને ઘાટ ઉતારી

Spread the love

શરૂઆત કરી હતી. જો કે, આ યુવાન ઉના તાલુકાનાં ધોકડવા ગામનો હોવાનું ખુલ્યુ હતું. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

સમગ્ર રાજ્યમાં આવી અફવાઓ ફેલાઇ રહી છે અને સ્થાનિક લોકોના ટોળા કોઇ પણ પ્રકારની ખરાઇ કર્યા વગર નિર્દોષ લોકોનો ભોગ લઇ રહ્યાં છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં છોકરા ઉપડતી ગેંગ સક્રિય થયાના વાયરલ મેસેજને પગલે દ્વારકા જીલ્લામાં પોલીસે ૧૫ ચેકપોસ્ટો ઉભી કરી સઘન ચેકિંગ હાથ ધર્યુ છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા રોહન આનંદે પણ બધાજ પોલીસ સ્ટેશનને વાયરલેશ મેસેજથી અફવા ફેલાવનારા તત્વો સામે ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે.અને જીલ્લામાં કોઈ છોકરાઓની તસ્કરી ન થાય તે માટે ચેકપોસ્ટ પણ ઉભી કરાઈ છે.

બાળકોને ઉપાડી જતી મહિલાઓની ગેંગ સક્રિય થઇ હોવાની અફવાએ જોર પકડ્યું છે. તો તેની અસર પણ જોવા મળી રહી છે. સુરત શહેરમાં આ અફવાએ વધારે જોર પકડ્યું છે. સુરતની એક સોસાયટીએ મહિલાઓ માટે નવા નિયમો બનાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક સોસાયટીમાં આવતી-જતી મહિલાઓને મોઢા પરથી દુપટ્ટો હટાવીને આવવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન સુરતના વરાછા વિસ્તારમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. આ ઓડિયો ક્લિપમાં એવી વાત જણાવવામાં આવી હતી કે, વરાછા વિસ્તારમાં બાળકોને ઉપાજી જતી મહિલા ગેંગ સક્રિય થઇ છે. જો કે, પોલીસે આ વાતનો રદિયો આપ્યો હતો. દેશભરમાં એક ખોટા વોટ્સએપ મેસેજને કારણે અત્યાર સુંધીમાં 21થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં ઇન્ટરનેટનો વ્યાપ વધતા આ પ્રકારની સમસ્યા વધી રહી છે.

ખાસ કરીને બાળકો ચોરતી ગેંગની અફવાની શરૂઆત દક્ષિણ ભારતના રાજ્યમાંથી થઇ છે અને હવે તે તેલગાણા, આંધ્રપ્રદેશ, આસામ અને ગુજરાત સુંધી પહોંચી છે. બાળક ચોરતી ગેંગના ખોટા સમાચાર જંગલમાં જેમ આગ ફેલાય તેવી રીતે ફેલાય છે અને લોકો કશું વિચારતા જ નથી અને માત્ર શંકાના આધાર પર નિર્દોષ લોકોને માર મારવા લાગે છે. ભારતભરમાં ટોળાઓએ 21 લોકોને અત્યાર સુંધીમાં મોતને ઘાટ ઉતારી દીધા છે. આ એક ખતરનાર સ્થિતિ કહી શકાય. આવા ખોટા મેસેજ કોણ બનાવે છે ? કોણ ફેલાવે છે ? એ કોઇ જાણતું નથી પણ દરેક ખોટા મેસજથી નિર્દોષ માણસની જિંદગીનો ભોગ લેવાય છે. અફવા ફેલાવનારાઓ માટે વોટ્સએટ એક મહત્વનું હથિયાર બની ગયું છે. હાલમાં દેશમાં 200 મિલીયન એક્ટિવ યુઝર્સ છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *