બોચાસણ સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીએ રીંગણનું શાક બનાવી હરિભક્તોને જમાડ્યા

Spread the love

ભગવાન સ્વામિનારાયણે 60 મણ રીંગણના શાકમાં 18 મણ ઘીનો વઘાર કરી શાકોત્સવની પરંપરા શરૂ કરી હતી

* બોચાસણમાં યોજાયેલા શાકોત્સવમાં સાત હજાર હરિભક્તોએ ભાગ લીધો હતો

* સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરાયેલા શાકને મુખ્ય શાકોત્સવમાં ભેળવીને હરિભક્તોમાં વહેંચવામાં આવ્યું

બોચાસણ: અક્ષર પુરષોત્તમ સંસ્થા બોચાસણના વડા મથક બોચાસણ સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરૂવારે રાત્રે શાકોત્સવની યોજાયો હતો. જેમાં સાત હજારથી વધુ હરિભક્તોએ ભાગ લીધો હતો. મહંત સ્વામીના હસ્તે રીંગણનું શાક બનાવી હરિભક્તોને જમાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામીનારાયણ હયાત હતા. ત્યારે લોયાગામે શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સ્વામી નારાયણ ભગવાને 60 મણ રીંગણ 18 મણ ચોખ્ખા ઘીનો વઘાર કરીને શાક બનાવી હજારો હરિભક્તોને પ્રસાદી રૂપે જમાડ્યા હતાં.

મહંત સ્વામી 2 ડિસેમ્બર સુધી બોચાસણના સ્વામિનારાયણ મંદિરમાં રોકાણ કરશે

તે દિવસ થી અત્યાર સુધી લોયા શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બોચાસણ મંદિરના કોઠારી વેદજ્ઞ સ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષોની પરંપરા મુજબ આજે બી.એ.પી.એસ સંસ્થાના વડા મહંત સ્વામીની નિશ્રામાં શાકોત્સવ યોજાયો હતો. જેનો આજુ- બાજુ ગામોમાંથી 7 હજારથી વધુ હરિભક્તોએ લાભ લીધો હતો. બોચાસણમાં યોજાયેલા શાકોત્સવમાં હરિભક્તોએ મહંત સ્વામીના દર્શનનો લાભ લીધો. આ શાકોત્સવ ગુરુવારે રાત્રે મંદિરના પરિસરમાં યોજાયો હતો. મહંત સ્વામીની સાથે સાથે મોટી સંખ્યામાં સંતો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

મહંત સ્વામી દ્વારા શાક તૈયાર કરાયું

શાકોત્સવમાં 1000 કીલો રીંગણ, 1500 કીલો ચોખ્ખુ ઘી, 1000 કીલો રોટલા, 250 કીલો ગોળ, 250 કીલો આથેલા મરચાં સહિતની સાગ્રીઓથી હરિભકતો માટે શાકોત્સવ તૈયાર કરીને પીરસવામાં આવ્યો હતો. મહંત સ્વામીએ તૈયાર કરેલુ શાક સ્વામિનારાયમ ભગવાને અર્પણ કરાયું હતું. બાદ પ્રસાદીરૂપે શાકોત્સવમાં ભેળવી દેવામાં આવ્યા હતા.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *