મહિલા સાંસદ સદનમાં પહોંચી અંડરવેર લઈને, લોકો પણ જાહેરમાં દેખાડી રહ્યાં છે અંડરવેર, હકીકત ચોંકાવનારી

Spread the love

17 વર્ષની પીડિતાનો બળાત્કાર કરનાર અભિયુક્ત નામનાં આરોપીને છોડી દેવામાં આવ્યો, ત્યારબાદ આયર્લેન્ડમાં સેક્સ માટે સંમતિના મુદ્દા પર ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન થયો છે. મુકદ્દમાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે અદાલતમાં કહ્યું કે ‘તમારે તેનો પહેરવેશ પણ જોવો જોઈએ. તેણે ખૂબ જ તંગ આંતરવસ્ત્રો (થૉંગ- બિકીની જેવું આંતરવસ્ત્ર) પહેર્યા હતાં જેમાં આગળ પટ્ટીઓ હતી.


જ્યુરિ કમિટી દ્વારા જે છોકરીનો બળાત્કાર થયો હતો તેનાં પર જ આરોપ લગાડવામાં આવ્યો અને 28 વર્ષનાં દોષી અભિયુક્તને છોડી દેવામાં આવ્યો. આ મુદ્દાને લઈને આયરલેન્ડની એક મહિલા સાંસદમાં અંડરવેર લઈને આવી.

સાસંદ કેપરિને વાદળી રંગના અંડરવેરને હાથમાં લઇને કહ્યું કે, આવા વસ્ત્રો અહીં દેખાડવાની મનાઈ હોય છે પણ તમે વિચારો કે જ્યારે એક મહિલાને આવા વસ્ત્રો અહીં બતાવવા પડે તો એ મહિલાને કેવું લાગ્યું હશે.

આ બાબતમા 6 નવેમ્બરે આઈરિશ એક્જામિનર નામનાં સમાચાર પત્રમાં છાપવામાં આવ્યું હતું. અભિયુક્તનું કહેવું છે કે જે પણ કંઈ થયું છે તે બંનેની સહેમતીથી થયું છે. પરંતુ તેની વકીલ એલિઝાબેથનું નિવેદન એવું છે કે તેના પર વિવાદ ઉભા થયા છે. જ્યુરીએ પુછ્યું કે શું જે રિપોર્ટ આવ્યા તેમાં એવું સાબિત થાય છે કે તે અભિયુક્ત તરફ આકર્ષિત હતી અને મુલાકાત કરવાં માટે સહેમત હતી. તો વકીલે કહ્યું કે તમારે એનાં કપડા તરફ પણ જોવું જોઈએ. એણે થોંગ પહેરેલું હતું અને આગળ પટ્ટીઓ હતી

આ બાબતનો વિરોધ કરવા માટે આયરલેન્ડનાં લોકોએ સોશિયલ મીડિયા પર ખરાબ ટિપ્પણીઓ કરી છે અને #ThisIsNotConsent સાથે ટ્વીટ કરી છે . અમુક મહિલાઓએ તો અડંરવેર સાથે ફોટો પાડીને અપલોડ કર્યો છે અને અમુક મહિલાઓ પોતાની અડંરવેરનો રંગ અને આકાર બતાવે છે.

અડંરવેર દેખાડવા પછી સાસંદ કેપરિને જજોને અને જ્યુંરીને કહ્યુ કે તમારે આ મામલે વિચારવું જોઇએ. ઉલ્લેખનીય છે કે હાલમાં જ આયરલેન્ડની અદાલતે આવા બે શખ્સોને છોડી દીધા કે જેણે રેપ કર્યો હોય. મહિલાઓ આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવે છે અને બીજા પણ ઘણા શહેરોમાં આ પ્રકારે વિરોધ કરવામા આવી રહ્યો છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *