મહોત્સવ: રાજકોટમાં સ્વામિનારાયનગરની અંદરની તસવીરો, સાંજે મહંત સ્વામીનું આગમન

Spread the love

રાજકોટ: પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ આગામી તારીખ 5થી 15 ડિસેમ્બર દરમિયાન યોજાનાર છે. મહોત્સવની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીએપીએસના વડા મહંતસ્વામી મહોત્સવ પ્રારંભના ત્રણ દિવસ પહેલા એટલે કે આજે 2 ડિસેમ્બરના રોજ વડોદરાથી ખાસ ચાર્ટર પ્લેનમાં સાંજે 7 કલાકે રાજકોટ પધરામણી કરશે. 500 એકરમાં ઉભા થયેલા સ્વામિનારાયણનગરની અંદરની તસવીરો અહીં દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રભરમાં છવાયો ધાર્મિક માહોલ

રાજકોટમાં પધરામણી બાદ મહંત સ્વામી કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરશે. પત્રકાર પરિષદમાં સંત નિર્દેશક અપૂર્વમુનિસ્વામીએ જણાવ્યું કે, મહોત્સવના સમાપન સુધી મહંતસ્વામીનું રાજકોટમાં તેમનું રોકાણ રહેશે. દેશ-વિદેશથી સંતો-મહંતો અને હરિભક્તો પ્રમુખસ્વામીના 98માં જન્મજયંતી મહોત્સવમાં પધારશે. પ્રમુખસ્વામીની 98મી જન્મજયંતી અવસરે સૌરાષ્ટ્રભરમાં ધાર્મિક માહોલ છવાયો છે અને રાજકોટના આંગણે મહોત્સવ યોજાનાર હોય 11 દિવસ સુધી રાજકોટ પણ પ્રમુખસ્વામીમય બનશે.

1 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 250 ગાઈડ કરાવશે પ્રદર્શનના દર્શન

11 દિવસીય મહોત્સવમાં દરરોજ સવારના સેશનમાં શહેરની જુદી જુદી સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થીઓ સ્વામિનારાયણનગર અને પ્રદર્શન નિહાળવા આવશે. આ માટે અત્યાર સુધીમાં ધોરણ 4થી 12ના 1 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. દરેક છાત્રને સવારનો નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ પણ સ્વામિનારાયણનગરમાં જ અપાશે. છાત્રો અને શિક્ષકોને BAPSના 250 ગાઈડ સમગ્ર પ્રદર્શનના દર્શન કરાવશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *