માર્ચ 2019 સુધીમાં દેશના અડધાથી વધુ ATM થઈ શકે છે બંધ, સર્જાઈ શકે છે નોટબંધી જેવી સ્થિતિ

Spread the love

બઈઃ એટીએમ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સંગઠન સીટીએમઆઈએ બુધવારે ચેતવણી આપી છે કે દેશના 50 ટકા એટીએમ માર્ચ 2019 સુધીમાં બંધ થઈ શકે છે. સંગઠને આનું કારણ નિયમોમાં થયેલા ફેરફારને ગણાવ્યા છે. જેના કારણે એટીએમ ઓપરેટ કરવું સરળ રહ્યું નથી.

એક લાખ ઓફ સાઈટ અને 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ થઈ શકે છે બંધ

– સંગઠનના જણાવ્યા પ્રમાણે, જો એટીએમ બંધ થાય છે તો આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પોતાની નોકરી પણ ખોવી પડી શકે છે. સાથે જ તેની અસર સરકારની નાણાંકીય એક્કીકરણની કોશિશોં પર પણ પડશે. સંગઠનનું માનવું છે કે એટીએમ બંધ થવાથી શહેર અને ગ્રામીણ બંને ક્ષેત્રોના લોકો પરેશાન થશે.

– સીએટીએમઆઈના ડાયરેક્ટર વી બાલાસુબ્રમણ્યમે જણાવ્યું છે કે હાલ દેશમાં લગભગ 2.38 લાખ એટીએમ છે. જેમાંથી 1.13 લાખ મશીન બંધ થવાનું અનુમાન છે. બંધ થનાર એટીએમ મશીનોમાં એક લાખ ઓફ સાઈટ એટીએમ અને લગભગ 15 હજાર વ્હાઈટ લેબલ એટીએમ સામેલ થઈ શકે છે.

– રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ઓફ સાઈટ એટીએમ તે હોય છે, જેને બેન્ક રહેણાંકના વિસ્તારો અને બજારોમાં લગાવે છે. આ એટીએમની સાથે બેન્કની બ્રાન્ચ હોતી નથી. જયારે વ્હાઈટ લેબલ એટીએમ નોન બેન્કિંગ કંપનીઓ દ્વારા જે એટીએમનું સંચાલન કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે.

– બાલાસુબ્રમણ્યમે કહ્યું છે કે એટીએમ બંધ થવાની સૌથી ખરાબ અસર પ્રધાનમંત્રી જનધન યોજનાના લાખો લાભાર્થિઓ પર પડી શકે છે. આ લોકો સબસિડી અંતર્ગત મળનાર પૈસાને એટીએમમાંથી નીકાળે છે. જો એટીએમ બંધ હોય તો તેમને નોટબંધી બાદ ભીડ અને બેન્કોમાં લાંબી લાઈનનો સામનો કરવો પડી શકે છે.

– બાલાસુબ્રમણ્યને જણાવ્યું કે દેશમાંના તમામ એટીએમ માત્ર કેશ કેસેટ બદલવા માટે સીએટીએમઆઈને 3500 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું કે એપ્રિલ 2018માં આરબીઆઈએ એટીએમ સર્વિસ પ્રોવાઈડર અને તેમના કોન્ટ્રાકટર પર સખ્ત નિયમો લાગૂ કર્યા છે. આ ફેરફાર ગૃહ મંત્રાલય તરફથી 9 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલા નોટીફીકેશન અંતર્ગત કરવામાં આવ્યા હતા.

– બાલાસુબ્રમણ્યનના જણાવ્યા પ્રમાણે નવા નિયમો અંતર્ગત એટીએમ સર્વિસ પ્રોવાઈડરની કુલ સંપતિ ઓછામાં ઓછી 100 કરોડ રૂપિયા હોવી જરૂરી છે. તેમની પાસે 300 કેશ વાનનો કાફલો હોવો અનિવાર્ય છે. દરેક વાનમાં બે સંરક્ષક, બે બંદૂકધારી ગાર્ડ અને ડ્રાઈવર મૂકવાના રહેશે. આ કેશ વાન GPS અને સીસીટીવી સાથે લેન્સ હોવી જોઈએ. આ સિવાય એટીએમનું સોફ્ટવેર વિન્ડોઝ એક્સપીથી વિન્ડોઝ 10માં અપગ્રેડ હોવું જોઈએ.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *