રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર જામનગરમાં હુમલો…

Spread the love

DduheYAVQAA5UEr

ભારતીય ક્રિકેટ ટીમનાં ઑલરાઉન્ડર અને આઇપીએલમાં ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા પર જામનગરમાં હુમલો થયો  છે. શરૂ સેક્શન રોડ પર બાઈક ચાલકે રિવાબાની BMW કારને ટક્કર મારતા અકસ્માત થયો હતો, ત્યારબાદ રિવાબા પર હુમલો કરવામાં આવ્યો હતો. બાઈક ચાલકે રિવાબાના વાળ પકડીને થપ્પડ પણ માર્યા હોવાની વાત સામે આવી છે. હાલમાં રિવાબા એસ.પી.કચેરીએ પહોચ્યા છે. હુમલો કરનાર યુવક સંજય આહિર પોલીસ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે

33123358_372293819942727_2034248390019121152_n-300x165

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રિવાબાની ગાડીને ટક્કર માર્યા બાદ બોલાચાલી થઇ હતી અને ત્યારબાદ યુવકે રિવાબાને થપ્પડ મારી હતી. રિવાબા આ ઘટનાની ફરિયાદ નોંધાવવા એસપી કચેરીએ પહોંચ્યા છે. આ ઘટનાને લઇને એસ.પી.એ કહ્યું છે કે હુમલો કરનાર પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *