રેસ્ટોરન્ટથી જમીને ઘરે આવ્યો આ શખ્સ એટલામાં થઈ આવી હાલત, કાપવો પડ્યો હાથ

Spread the love

જ્યારે આપણે કોઈ ખુશીનો પ્રસંગ હોય તો તેને મનાવવા માટે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જતાં હોઈએ છીએ. પરંતુ બહારનું જમાવનું એક શખ્સને એટલું ભારે પડી ગયું કે તેની કિંમત તેને પોતાનો હાથ ગુમાવીને ચૂકવવી પડી છે.

દક્ષિણ કોરિયાના એક શખ્સે રેસ્ટોરન્ટમાં સુશી (માછલી અને ભાતની બનેલી ડિશ) ખાધી હતી. ઘરે આવ્યા બાદ 12 કલાકની અંદર તેને અનુભવ થવા લાગ્યો કે તેના હાથની ચામડી સડી રહી છે. જોત જોતામાં તેની પૂરી હથળી પર મોટો ફોલ્લો થઈ ગયો.

ધીરે-ધીરે હથેળીની બીજી તરફ ત્વચા પણ ગળવા લાગી. બે દિવસ સુધી અસહનીય દર્દ સહન કર્યા બાદ તે ડૉક્ટર પાસે પહોંચ્યો તો ખબર પડી કે માંસ ખાનારા બેક્ટેરિયા વિબ્રિયોને કારણે આવું થયું છે. ડૉક્ટરે તુરંત તેના આ હાથમાંથી પરું નીકાળ્યું. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

આ શખ્સ પહેલેથી ડાયાબીટિસથી પીડિત હતો. એટલું જ નહીં તેની કિડનીમાં પણ બીમારી હતી. જેના કારણે તે ડાયલિસિસ પર હતો. ડોક્ટરોએ તેને ઇન્ટ્રાવેનસ એન્ટિબાયોટિક્સ આપી હતી. જેના કારણે તેની હાલત વધુ બગડી ગઈ હતી. જે લોકોને ડાયબીટિસ હોય છે તેમને ત્વચા સંબંધિત બીમારીઓ ઠીક થવામાં ઘણો સમય લાગે છે. કેટલાંક મામલાઓમાં તો આ ઠીક પણ થતું નથી.

આખરે 71 વર્ષીય આ શખ્સનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો હાથ કાપવો પડ્યો. જો કે ડોક્ટરોનું કહેવું છે કે સર્જરી બાદ આ શખ્સની હાલતમાં ઝડપથી સુધાર આવી રહ્યો છે. મેટ્રોની રિપોર્ટ મુજબ સુશી ખાવાના કારણે તે શખ્સની ત્વચામાં સંક્રમણ થયું હતું.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *