વડોદરા : RTE એક્ટ હેઠળ બાળકોને એડમિશન ન મળતા વાલીઓએ હંગામો કર્યો

Spread the love

વડોદરા, તા. 21 મે 2018, સોમવાર
વડોદરા શહેરમાં કેટલીક શાળાઓ આર.ટી.ઇ એકટ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા બાળકોને એડમિશન નહીં આપતા આજે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ હંગામો થવા પામ્યો હતો. જેમાં વાલીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા શહેર જિલ્લામાં આર.ટી.ઇ હેઠળ નવી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાના સમયે કેટલાક શાળાઓ દ્વારા પ્રવેશ આપવાની ઘસીને ના કહી દેતા વાલીઓ એ આજે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
શહેરની મોટા ભાગની મિશનરી શાળાઓમાં આર.ટી.ઇ હેઠળ એડમિશન આપવામાં આવતા નથી. જેને લઈને બે દિવસ પૂર્વે તાંદલજાની બેસીલ સ્કૂલમાં વાલીઓએ હંગામો કર્યો હતો. જે બાદ અન્ય શાળાઓ મામલે પણ વિરોધ વધવા પામ્યો હતો. આજે આ મામલે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ વાલીઓ રજુઆત કરવા પહોચતા ત્યાં શાળાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા. જેથી વાલીઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થવા પામી હતી.
રજુઆત કરવા પહોંચેલા વાલીઓને જીલ્લા શિક્ષણાધિકારી પણ હાજર નહીં મળતા ભારે વિરોધ કર્યો હતો અને ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા હતા. જ્યારે આ મામલે પોલીસે વાલીઓને રોકતા વાલીઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ થવા પામ્યું હતું.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *