વરસાદ ક્યારે પડશે અને બંધ થશે તે જણાવશે Dark Sky એપ્લિકેશન

Spread the love

 

લાંબા સમયથી વરસાદની રાહ જોતાં અમદાવાદની આતુરતાનો અંત આવ્યો. વરસાદ નહોતો પડ્યો ત્યાં સુધી લોકો રોજ વાતાવરણને આધારે અંદાજો લગાવતાં કે વરસાદ પડશે કે નહીં? અમદાવાદ સિવાય ગુજરાતના અન્ય કેટલાંક વિસ્તારો વધુ પડતાં વરસાદને કારણે ત્રસ્ત પણ છે. આજે અમે તમને એવી એપ અંગે જણાવી રહ્યા છીએ જે વરસાદ ક્યારે પડશે ને ક્યારે બંધ થશે તે અંગે સચોટ પ્રીડિક્શન કરવા માટે વિશ્વભરમાં વખણાય છે. એપ્લિકેશનનું નામ છે, Dark Sky (ડાર્ક સ્કાય).

વરસાદના 15 મિનિટ પહેલાં જ કરી દેશે જાણ
– જીપીએસ ટેક્નોલોજીની મદદથી યૂઝરના લોકેશન પર નજર રાખતી ‘Dark Sky’ એપ હવામાનમાં થતાં બદલાવ અંગે દર 15 મિનિટે એલર્ટ કરે છે.
– તે યૂઝરના ફોન પર નોટિફિકેશન મોકલીને વરસાદ પડવાનો અંદાજિત સમય જણાવે છે. તેમાં વરસાદ કેટલો સમય પડશે તે અંગે પણ માહિતી હોય છે.
– આ એપ પર યૂઝર કોઇ પણ ખાસ લોકેશનનું નામ નાંખીને ત્યાંના હવામાન અંગે માહિતી મેળવી શકે છે.
– વરસાદની સાથે ડાર્ક સ્કાય એપ્લિકેશન વાવાઝોડાં અંગે પણ આગાહી કરે છે.
– ગૂગલ પ્લે સ્ટોર પર Dark Sky-Hyperlocal Weather અને એપલ ડિવાઇસ માટે આઇટ્યૂન્સ Dark Sky-Hyperlocal Weather, Radar, and Storm Alerts નામથી મફતમાં ડાઉનલોડ કરી શકશો.
– જો કે, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારો ફોન એપ સાથે કોમ્પિટિબલ હોવો જરૂરી છે.
– એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી 5 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

Transparent clock & weather સતત આપશે અપડેટ
– Transparent clock & weather એપની મદદથી તમે પોતાના ફોનના ડિસ્પ્લે પર વોલપેપર તરીકે ‘વેધર ક્લોક’ લગાવી શકો છો. તેના પર વેધરની માહિતી દર 15 મિનિટે અપડેટ થતી રહેશે.
– યૂઝર પોતાના લોકેશન પર વરસાદ અને વાવાઝોડાંના સંભવિત ખબર અંગે પણ જાણી શકશે.
– આ એપ્લિકેશન સૂર્યોદય, સૂર્યાસ્તની સાથે અલ્ટ્રાવાયોલેટ કિરણો અંગે પણ જાણકારી આપે છે.
– 1 કરોડથી વધુ યૂઝર્સ આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી ચૂક્યા છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *