શા માટે જરૂરી છે એરબેગ્સ, જાણો કેવી રીતે કરે છે કામ..

Spread the love

Carairbags

ભારતમાં લોન્ચ થતી મોટાભાગની કાર્સમાં સેફ્ટી ફીચર્સ આપવામાં આવે છે. જેમાં એરબેગ્સ કોમન છે. સરકારે પણ ઓક્ટોબર મહિનાથી એરબેગ્સ અને એબીએસ એનિવાર્ય કરી દીધા છે. આપણે હંમેશા સાંભળતા હોઇએ છીએ કે કાર્સમાં એરબેગ્સ આપવામાં આવ્યા છે, પરંતુ આપણામાંથી ઘણા નહીં જાણતા હોય કે તે કામ કેવી રીતે કરે છે. આજે અમે અહીં એરબેગ્સ કેવી રીતે કામ કરે છે તે અંગે જણાવી રહ્યાં છીએ.

કોટનમાંથી બનાવવામાં આવે છે એરબેગ્સ
-કારમાં આપવામાં આવતા એરબેગ્સ કોટનમાંથી બનાવવામાં આવે છે, જેના પર સિલિકોન કોટિંગ કરવામાં આવ્યું હોય છે.
– એરબેગ્સ સ્ટીયરિંગ વ્હીલ, રૂફ, ડોર અને ડેશબોર્ડ સહિતના અલગ-અલગ ભાગોમાં લાગેલા હોય છે.
– કારની ટક્કર થતાં જ આ એરબેગ્સ ફૂલી જાય છે,જેમાં નાઇટ્રોજન ગેસ ભરેલો હોય છે.

આ રીતે કામ કરે છે એરબેગ
– એરબેગ સાથે સેંસર ફિટ કરવામાં આવે છે. જ્યારે કારનો અકસ્માત થાય છે ત્યારે સેંસર એક્ટિવ થઇને એરબેગને ઓપન કરવાનો ઇશારો આપે છે.
– આ કામ માઇક્રો સેકન્ડમાં થાય છે. જેવી સેંસરમાંથી એરબેગને કમાન્ડ મળે છે સ્ટીયરિંગની નીચે રહેલા ઇન્ફ્લેટર એક્ટિવ થાય છે.
– જે સોડિયમ એજાઇડ સાથે મળીને નાઇટ્રોજન ગેસ જનરેટ કરે છે અને તે ફૂલે છે. આ ફૂલેલા બેગ સાથે પેસેન્જર અથડાય છે અને બચી જાય છે.
– કેટલીક કાર્સમાં એરબેગ અને સીટબેલ્ટ સાથે પણ સીધો સંબંધ હોય છે, કારમાં બેસેલી વ્યક્તિ(ડ્રાઇવર અનેકો પેસેન્જર)એ સીટબેલ્ટ પહોર્યો હોય ત્યારે જ એરબેગ ખુલે છે.

એરબેગની જાળવણી જરૂરી
– કાર કોઇપણ કંપનીની હોય તેમાં આપવામાં આવેલા એરબેગની એક્સપાયરી ડેટ હોય છે.
– એરબેગમાં જે મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે એક સમય પછી ખરાબ થવા લાગે છે.
– કારના એરબેગ એક્ટિવ રહેવા ઘણા જરૂરી છે. જે કારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ડાઇગ્નોસ્ટિક સિસ્ટમ હોય છે.
– તેને SRS (Supplemental Restraint System) પણ કહેવામાં આવે છે. જેની મદદથી એરબેગ વ્યવસ્થિત છે કે નહીં તે જાણી શકાય છે.
– કાર સ્ટાર્ટ કરીએ ત્યારે મીટરમાં લાગેલા SRS ઇન્ડિકેટર્સ અમુક સેકન્ડમાં ઓન થાય છે, જો તે ઓન થયા બાદ ઓફ ન થાય તો સમજવું કે એરબેગમાં કોઇ સમસ્યા છે.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *