સુરતઃ કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા કોઝ-વે ભયજનક સપાટીને પાર

Spread the love

સુરતઃ કાકરાપાર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં રાંદેર અને કતારગામને જોડતા કોઝ-વેની સપાટી વધી છે. જેથી હાલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝ-વેની સપાટી 6.08 મીટર છે. જ્યારે તેની ભયજનક સપાટી 6 મીટર છે.

કાકરાપાર ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવતા કોઝ-વેની સપાટી વધી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે કાકરાપાર ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેને લઈને કાકરાપાર ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. અને રાંદેર-કતારગામને જોડતા કોઝ-વેની સપાટી 6.08 મીટર સુધી પહોંચી ગઈ છે. કોઝ-વેની ભયજનક સપાટી 6 મીટરને પાર કરી જતા કોઝ-વેની બંધ કરી દેવામાં આવ્યો છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *