સુરતનાં નામે વાયરલ થયો હતો સળગતા યુવાનનો વીડિયો, જાણો તેની સત્યતા

Spread the love

વીજ થાંભલા ઉપર ચઢી ગયા પછી વીજ શોકથી યુવાન ઘાયલ થયો હોવાનો વીડિયો હાલ સુરતના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉધના આવાસનો યુવાન વીજપોલ પર ચડેલો દર્શાવાયો છે. યુવાન મસ્તી કરતો-નશામાં કે માનસિક બિમાર હોવાનું વીડિયોમાં દેખાય છે. જ્યારે નીચે લોકોનું ટોળુ વળેલું દેખાય છે. આ યુવક હાઈ ટેન્શન લાઈનને અડકી જતાં સળગી ઉઠ્યો હતો. જે ઘટના વીડિયોમાં કેદ થઈ જતાં આ યુવક કોણ હતો તે અંગે જાણકારી મળી નથી. જોકે આ વીડિયોની સત્યતા તપાસતાં આ વીડિયો સુરતનો નહીં પરંતુ ત્રણ દિવસ અગાઉ પંજાબના લુધિયાણાનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં સરકારી ફ્લેટ પર કબ્જો જમાવી લેતાં તંત્ર દ્વારા આ પ્લોટ ખાલી કરાવવામાં આવી રહ્યાં હતાં. ત્યારે યુવક વીજ પોલ પર ચડી ગયો હોવાનું સામે આવ્યું હતું.

જોકે કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા સુરતના ઉધના વિસ્તારના ભીમનગર નામે વાયરલ થઈ રહેલા વીડિયોની સત્યતા તપાસી હતી. જેમાં આ વીડિયો સુરતનો નહીં પરંતુ પંજાબના લુધિયાણાનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં સરકારી ફ્લેટમાં ગેરકાયદે રહેતા લોકોનું દબાણ દૂર કરવા માટે તંત્રની ટીમ ત્યાં પહોંચી હતી. તેવામાં એક યુવક આવાસનાં ત્રીજા માળેથી વીજ પોલ ઉપર ચડી ગયો હતો. જ્યાં તેને વીજ કરંટ લાગતાં ત્યાં જ સળગી ગયો હતો. સળગેલા યુવકનું નામ સન્ની હતું તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી છે. લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં સરકારી 241 ફ્લેટ પર ગેરકાયદે લોકોએ કબ્જો કર્યો હતો. જે ખાલી કરાવતી વખતે આ ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા લોકોએ તંત્રની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક મહિલા ઓફિસર ફસાઈ ગઈ હતી. બાદમાં અધિકારીઓએ તેને બહાર કાઢી હતી. આ અંગે લોકો વિરુધ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. અને સન્ની નામનો યુવક પીજીઆઈમાં સારવાર લઈ રહ્યો છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *