સુરત: જ્યોતિષને ઢોંગી કહેવું મહિલાને પડ્યું ભારે, એક ઝાટકે જ….

Spread the love

રાજસ્થાન, ઝાલાવર જિલ્લાના મંડાવર ઘાટીમાં વેસુ વીઆઈપી રોડની ત્યક્તા મહિલાની થયેલી હત્યાનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી કાઢયો હતો. મંડાવર પોલીસે મહિલાની હત્યાના ગુનામાં તેણીના જ્યોતિષ ગુરુની ધરપકડ કરી હતી. પૂર્વ પ્રેમી નરેશ શાહને પામવાને લઈ જ્યોતિષ ગુરુ સાથે થયેલા ઝઘડા દરમિયાન તેણીને મોતને ઘાટ ઉતારી દેવાઈ હોવાનું પોલીસ જણાવી રહી છે.

અલથાણ, વીઆઈપી રોડ સ્થિત શગુન વિલા રેસિડેન્સીમાં રહેતી રચના મોદી ગત તા.30મીએ સવારે પોતાની કારમાં યુપી, મકનપુર જવા નીકળી હતી. દરમિયાન તેણીની હત્યા થઈ હોવાની વાત પોલીસ દ્વારા માતા મીતાબેન મોદી સુધી પહોંચી હતી. ત્યારબાદ રચના પોતાના જ્યોતિષ ગુરુ કૃષ્ણકાંત કે.રાવલ ઉર્ફે કનુ કાંતિલાલ બ્રાહ્મણ (ઉં.વ.51) સાથે નીકળી હોવાની હકીકત મંડાવર પોલીસ સમક્ષ આવી હતી. પોલીસ તપાસ દરમિયાન રચનાની લાશ મળી આવી ત્યાંથી ચપ્પુ અને દોઢેક કિમી દૂરથી તેણીની અકસ્માતગ્રસ્ત કાર મળી હતી. જ્યારે રચના સાથે નીકળેલો જ્યોતિષ ગુરુ કનુ મહારાજ ગાયબ હતો. બીજી બાજુ માતા મીતાબેને પુત્રી રચનાની હત્યા કનુ મહારાજે કરી હોવાનો આક્ષેપ કરતા તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી હતી.

બાઘેર ઘાંટી સ્થિત મંદિર પાસેથી પકડાયો
મંડાવર પોલીસ મથકમાં પીઆઈ મુરલીધર નાગરે જણાવ્યું હતું કે, આરોપી તરીકે સુરતના હરીપુરા સ્થિત માલી ફળિયામાં રહેતા કૃષ્ણકાંત રાવલનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાઘેરની ઘાંટીઓમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મહિલાની હત્યા બાદ ભાગી છૂટેલા કનુ મહારજને બાઘેર ઘાંટી સ્થિત આમઝર માતાના મંદિર પાસેથી ઝડપી પાડયો હતો. શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે.

પોતાની રક્ષા માટે રાખેલા ચપ્પુથી જ રચનાની હત્યા થઈ


રચના મોટાભાગે ઘરેથી એકલી નીકળતી હતી. પોતાની સુરક્ષા માટે રચના કારની સીટ નીચે ચપ્પુ રાખી મૂકતી હતી. કનુ મહારાજ સાથે યુપી, મકનપુર ખાતે દરગાહે જતી વખતે પણ પોતાની સાથે ચપ્પુ લીધો હતો. તેઓ રાત્રીના સમયે મંડાવર ઘાટીમાંથી પસાર થઈ રહ્યાં હતા. બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા કનુએ કાર હંકારતી રચના પર તેણીના જ ચપ્પુથી ગળા અને શરીરે પાંચેક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. રચના કારની સીટ નીચે ચપ્પુ મૂકતી હોવાની વાત પોતે હોવાનું કનુ મહારાજે પોલીસને કહ્યું હતું.

ત્રીજી વખત યુપી, દરગાહે જઈ રહ્યાં હતા
પીઆઈ મુરલીધર નાગરે વધુમાં કહ્યું હતું કે, મૃતક રચનાના છુટાછેડા થયાં હતા. ત્યારબાદ તેણીનો સુરતના નરેશ શાહ નામના બિલ્ડર સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ બે વર્ષ પહેલા તેમની વચ્ચેનો અણબનાવ થતાં સંબંધો પણ પૂર્ણવિરામ આવ્યો હતો. રચના છેલ્લા પાંચ વર્ષથી કનુ મહારાજના સંપર્કમાં હતી. પ્રેમીને પામવા બાબતે તેણીએ કરેલી વાત બાદ કનુ મહારાજે તેણીને ઝાંસો આપ્યો હતો. ત્યારબાદ તેની સાથે રચના અગાઉ બે વખત યુપી, મકનપુર ખાતે દરગાહે જઈ આવી હતી. તેમ છતાં કોઈ પરિણામ નહીં મળતા તેઓ ફરી મકનપુર જવા નીકળ્યાં હતા. દરમિયાન મંડાવર ઘાંટીમાંથી પસાર થતી વખતે રચનાએ ગુસ્સે થઈ કનુ મહારાજને પૈસાનું પાણી થયાં પછી પણ કોઈ પરિણામ નહીં હોવાની કહ્યું હતું, જેને લીધે બંને વચ્ચે શરૂ થયેલી બોલાચાલી ઉગ્ર ઝઘડામાં પરિણમી હતી અને ઉશ્કેરાયેલા કુષ્ણકાંત રાવલ ઉર્ફે કનુ મહારાજે તેણીની હત્યા કરી નાંખી હતી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *