સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત સરકારે કરી બંધ,કરણ જાણી રહેશો દંગ..

Spread the love

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સોમવાર સુધી બંધ રહેશે. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લિધો છે. તેમજ પ્રવાસીઓને મુલાકાતનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે. 12 નવેમ્બર બાદ મુલાકાતનું આયોજન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.

31મી ઓક્ટોબરે દેશ-દુનિયા સામે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ ફરવાના શોખીન ગુજરાતીઓ સહિત દેશભરના લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ગઈકાલે એટલે કે ગુરુવારે નવા વર્ષે સરદારની વિશાળ પ્રતિમા જોવા માટે એક દિવસમાં 20 હજારથી વધુ લોકોએ અહીં મુલાકાત કરી હતી.

પ્રવાસીઓના મોટો ઘસારો જોતા રાજ્ય સરકારે જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં 5000 લોકો જઇ શકે છે. એટલે મુલાકાતીઓને વિનંતી છે કે અહીં હવેથી દિવસમાં પાંચ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રતિમા સવારે 9થી સાંજના 5 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.

દિવાળીનો તહેવાર હોવાથી લોકો ફરવા માટે અલગ અલગ જગ્યાઓ નક્કી કરતા હોય છે, ત્યારે આ વખતે લોકોએ સરદારની વિશાળ પ્રતિમા નિહાળવા માટે નક્કી કર્યું હોય તેમ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. અહીં પ્રવાસીઓની સંખ્યા એટલી હદે વધી ગઇ છે કે, સરકારની એસટી બસની સુવિધા પણ ઓછી પડી રહી છે.

એક જ દિવસમાં 20 હજારથી વધુ પ્રવાસીઓ કેવડિયા કોલોની ખાતે પહોંચ્યા હતા. જેના કારણે એસટી નિગમને 50 લાખથી વધુની આવક થઈ છે. અહીં પ્રવાસીઓને સંખ્યાને જોતા સરકાર અહીં લેસર શો પણ શરૂ કરશે. જેમાં સરદાર પટેલના જીવન ચરિત્ર પર ફિલ્મ બતાવવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે દિવાળીની રજાને લઈને નર્મદા જિલ્લા કલેક્ટર તરફથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળીનો તહેવાર હોવાથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ નહીં રહે. આ પહેલા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી દર સોમવારે લોકો માટે બંધ રહેશે.

રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતે આવી રહ્યા હોવાથી કલેક્ટરે દિવાળી પૂરતો આ નિયમનો અમલ મુલતવી રાખ્યો હતો. પણ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સોમવાર સુધી બંધ રહેશે. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લિધો છે.


Add a Comment

Your email address will not be published. Required fields are marked *