સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા જનાર માટે આવ્યા ખુશી ના સમાચાર…

Spread the love

રાજકોટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે બસ દોડાવાશે. દર શનિવાર, રવિવારે રાજકોટ ST વિભાગ દ્વારા વોલ્વો બસ ચલાવવામાં આવશે. સૌરાષ્ટ્રથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી વાહન વ્યવહાર મળશે. આવતા સપ્તાહથી દર શનિવાર, રવિવારે બસ શરૂ કરાશે.

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે વાહનો બદલાવીને જવાની જરૂર હવે નહીં રહે. કારણે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગ તરફથી આવતા અઠવાડિયાથી વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના લોકો તકલીફો વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત એસ.ટી.એ નવી પહેલ કરી છે. આ માટે દર શનિવાર અને રવિવારે ખાસ વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવા આવતા અઠવાડિયાથી જ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતના અન્ય વિસ્તારો તેમજ બીજા રાજ્યના લોકો પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોને પણ સગવડતા મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *