200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલા દિગ્ગજ એક્ટરનું નિધન, ‘બીગ બી’ પણ થયા ભાવુક
200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચુકેલા એક્ટર અને પૂર્વ મંત્રી અંબરીશનું હ્રદયરોગનાં હુમલાને કારણે મૃત્યુ થયું છે. અંબરીશ 66 વર્ષનાં હતા. અંબરીશનાં નિધન બાદ ના ફક્ત સિનેમાજગત, પરંતુ રાજકીય દુનિયામાં પણ શોકનો માહોલ છે. અંબરીશને હ્રદયરોગનો હુમલો થતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. અંબરીશનાં નિધન બાદ સિનેમાજગતની દિગ્ગજ હસ્તીઓએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી.
રજનીકાંતે ટ્વિટર પર લખ્યું, ‘મારા પ્રિય દોસ્ત અને ઘણાં જ સારા વ્યક્તિને મે ગુમાવી દીધા છે. હું તમને ઘણો જ યાદ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.”
https://mobile.twitter.com/rajinikanth/status/1066389120740519936?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1066389120740519936&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Ffilm-actor-and-politician-ambarees-dead-at-the-age-of-66%2F
આ સાથે ફિલ્મ અભિનેત્રી રાધિકા સરથકુમારે પૉસ્ટ કરતા અંબરીશને શ્રદ્ધાંજલિ આપી હતી. રાધિકા સરથકુમારે ટ્વિટ કર્યું, ‘અંબરીશ તમે ઘણા જ સારા વ્યક્તિ હતા. હું તમને ઘણા જ યાદ કરીશ. આ ખબર સાંભળતા જ હ્રદય તૂટી ગયું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.’
અમિતાભ બચ્ચને પણ એક તસવીર રીટ્વિટ કરતા લખ્યું, ‘સહ-કલાકાર અંબરીશનાં નિધનથી ઘણું જ દુ:ખ થયું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.’
પીએમઓએ પણ ટ્વિટ કરતા લખ્યું છે કે, ‘અંબરીશ સિનેમાજગત અને રાજનીતિમાં યોગદાન માટે હંમેશા યાદ રહેશે. તેઓ કર્ણાટક વેલફેરની મજબૂત અવાજ હતા. આ સમાચારથી ઘણી જ તકલીફ થઈ. ભગવાન તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની તાકાત આપે.’