28 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે શ્રાવણ મહિનો, 19 વર્ષ સર્જાશે દુર્લભ સંયોગ

Spread the love

ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 27 જુલાઇથી થઇ રહી છે પરંતુ ઉદયા તિથિ એટલે કે 28ના રોજ છે

નવી દિલ્હી: હિંદુ ધર્મના લોકો વર્ષના 12 મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 27 જુલાઇથી થઇ રહી છે પરંતુ ઉદયા તિથિ એટલે કે 28ના રોજ છે. એટલા માટે શ્રાવણની આ દિવસથી શરૂઆત થશે. આ વર્ષે શ્રાવણ મહિનો ખાસ છે, કારણ કે 19 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ સર્જાઇ રહ્યો છે. આ વર્ષે શ્રાવણ મહિનો 28, 29 નહી પુરા 30 દિવસ રહેવાનો છે.

આ વર્ષે 30 દિવસનો છે શ્રાવણ મહિનો
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનો 30 દિવસ હોવા પાછળ અધિક માસ છે. 28 જુલાઇના રોજ શ્રાવણ માસનો પહેલો દિવસ હશે જોકે 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. શ્રાવણ મહિનામાં સોમવારના દિવસનું ખાસ મહત્વ છે. એવું કહેવામાં આવે છે સોમવાર ભગવાન શિવનો દિવસ હોય છે અને શ્રાવણ મહિનાના દિવસોમાં શિવલિંગ પર છળ ચઢાવવાથી સાક્ષાત ભગવાનના દર્શન થાય છે.

આ વખતે શ્રાવણ મહિનામાં હશે ચાર સોમવાર
આ વખતે શ્રાવણ મહિનામાં શુભ યોગ સર્જાઇ રહ્યો છે. આ વખતે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર છે. સોમવાર બાબા ભોલેનાથને દુગ્ધાભિષેક તથા તે દિવસે વ્રત રાખવું તથા શ્રદ્ધા ભાવથી પૂજન અર્ચન કરનાર આસ્થાવાનોની મનોકામના ભગવાન શિવ પૂરી કરે છે એવું શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે. આ વખતે શ્રાવણ મહિનામાં કરોડ સૂર્યગ્રહણના ફળ બરોબર જ ભૌમવતી અમાવસ પણ આવે છે. શ્રાવણ મહિનામાં બાબાને ભાંગ, બિલીપત્ર અને દૂધ ચઢાવવાની મનવાંક્ષિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ ગરીબોને દાન આપવાથી પુણ્યનું ફળ મળે છે. જોકે મહાદેવ ખૂબ ભોળા ગણવામાં આવે છે એટલા માટે સાચા મનથી જળ ચઢાવીને રીજવી શકાય છે.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *