અ’વાદ: રથયાત્રા પહેલા ગોમતીપુરમાંથી બૉમ્બ મળ્યા, એકની ધરપકડ

Spread the love

 

અમદાવાદ: શનિવારે જગન્નાથજીની 141મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે એકાએક જ ગોમતીપુર વિસ્તારમાંથી બૉમ્બ મળી આવ્યા છે. કુખ્યાત બૂટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે વિસ્ફોટક સામાન છે એવી માહિતી મળતા તેના ગોમતીપુર ટોલનાકા નજીકના ઘરે રાત્રે 12 વાગ્યે ગોમતીપુર અને રખિયાલ પોલીસે ACP સહિતની ટીમે રેડ કરી હતી. જેમાં 32 બોર (રાઉન્ડ)ની પિસ્તોલ, 5 સુતળી બૉમ્બ, 12 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યું છે. પોલીસે ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ પણ કરી છે.

કુખ્યાત બુટલેગર ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ

પ્રાથમિક માહિતી મુજબ આ હથિયારોનું શું થવાનું હતું તેની કોઈ માહિતી નથી. ગોમતીપુર અને રખિયાલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બનતા જ શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા છે. સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાની જાણ થતા જ ચકચાર મચી છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદાર કોણ છે?

ગુડ્ડુ ગોમતીપુર વિસ્તારનો કુખ્યાત બુટલેગર છે. ઘણા લાંબા સમયથી ગોમતીપુર અને નજીકની વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચલાવે છે. ગુડ્ડુના પોલીસ હવાલદારથી લઈ ઉચ્ચ અધિકારીઓ સુધી ધંધાને લઈ ગાઢ સંબંધો છે. આ સિવાય પણ ગુડ્ડુ દારૂની અનેક રેડ વખતે પકડાયો છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના લિસ્ટેડ બુટલેગરોની લિસ્ટમાં ગુડ્ડુનું નામ સામેલ છે. ગુડ્ડુના ઘરમાં ગત અઠવાડિયે થયેલા કથિત લઠ્ઠાકાંડમાં પણ પોલીસે રેડ કરી હતી, પરંતુ કશું જ હાથે લાગ્યું નહોતું.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *