BMW એ લોન્ચ કર્યું પહેલું મેડ ઇન ઇન્ડિયા બાઇક, આજે જ કરાવો બુક

Spread the love


જર્મન કંપની BMWએ ભારતમાં તૈયાર કરેલી પહેલું બાઇક લોન્ચ કર્યું છે. આ બાઇકની શરૂઆતની કિંમત 3 લાખ રૂપિયા છે. બીજા મોડલની કિંમત 3.49 લાખ છે. BMWએ બે મોડલ G310R અને G310GS તૈયાર કરવા માટે સ્વદેશી કંપની ટીવીએસની સાથે પાર્ટનર્શિપ કરી છે.

BMWના આ બે બાઇક્સમાં 31CCનું સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યું છે. આ 34bhpનું છે અને એમાં 6 સ્પીડ ટ્રાન્સમીશન આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે G310R ની ટોપ સ્પીડ 145kmph છે, જ્યારે G310GSની ટોપ સ્પીડ 143kmph છે.

કંપની પ્રમાણે લોન્ચ પહેલા એના માટે 1000 લોકોએ બુકિંગ કરાવ્યું છે. એમાં લોકોએ વધારે રસ BMW G310 GS પર દાખવ્યો છે. હાલમાં બાઇક કંપની શોરૂમમાં ટેસ્ટ ડ્રાઇવ માટે ઉપલબ્ધ છે.

BMW G310 GSમાં પર્લ વ્હાઇટ મેટેલિક, કોસ્મિક બ્લેક અને રેસિંગ રેડ કલર ઓપ્શન્સ મળશે. બીજા કલર્સ જેવા સ્ટાઇલ એચપી અને પર્લ વાઇટ મેટેલિક કલર વિકલ્પ માટે તમારે 10,000 રૂપિયા વધારે આપવા પડશે.

BMW G310Rની ફીચર્સની વાત કરીએ તો એમાં મસ્ક્યૂલર ફ્યૂલ ટેંક આપવામાં આવી છે. જ્યારે એની ફોર્ક ઊંધી છે અને વ્હીલબેસ શોર્ટ છે.

કંપની પ્રમાણે BMW G310R 0 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં માત્ર 2.5 સેકન્ડનો સમય લે છે. કંપનીએ આ બાઇક્સની સાથે અનલિમિટેડકિલોમીટર વોરંટી આપી છે. જેને 4 થી 5 વર્ષ માટે એક્સ્ટેન્ડ પણ કરી શકાય છે

Add a Comment

Your email address will not be published. Required fields are marked *