ડોગ સાથે ખેતરમાં ફરતા ખેડૂતે જોઈ પથ્થર જેવી રહસ્યમયી વસ્તુ, પોલીસને બોલાવી તો તે પણ ના સમજી શકી ઘટના

Spread the love

આર્જેન્ટિનામાં રહેતા એક વ્યક્તિને થોડા સમય પહેલા પોતાના ખેતર પાસે એક અજીબોગરીબ વસ્તુ મળી હતી, જેને જોઈને તે હેરાન રહી ગયા હતા. તેને જોઈને લોકો જાતજાતના અંદાજ લગાવી રહ્યા હતા. કોઈને તે એલિયન આઈટમ લાગી તો કોઈને ઈંડુ દેખાયું. અહીં સુધી કે પોલીસ પણ તે જોઈને કન્ફ્યુઝ થઇ ગઈ. આ પછી અચાનક તે ખેડૂતનો કૂતરો ભોંકવા લાગ્યો અને પોલીસને કંઈક ગડબડ થવાનો અહેસાસ થયો. તેમણે પુરાતત્વ વિભાગના લોકોને બોલાવીને પથ્થરની તપાસ કરાવી. જેના પછી ખબર પડી કે તે 2 ટન વજનની વસ્તુ હકીકતમાં ગ્લીપ્ટોડોનટ નામના જાનવરનો અંશ હતો જે લગભગ 10 હજારથી પણ વધુ વર્ષ પહેલા આ ધરતી પર જોવા મળતા હતા.

* પથરીલી વસ્તુ જોઈને રહી ગયો હેરાન
– આ ઘટના બ્યૂન્સ આયર્સમાં રહેતા એક ખેડૂત જોસ એન્ટોનિયો નિવેસની છે, જે વર્ષ 2015ના ક્રિસમસની રજાઓમાં પોતાન ખેતરની આસપાસ ફરી રહ્યો હતો.
– તેનું ખેતર શહેરથી લગભગ 40 કિલોમીટર દૂર હતું અને તે સમયે તે પોતાના પાળીતા કૂતરા સાથે ફરી રહ્યો હતો. ફરતા-ફરતા તે પોતાના ખેતરથી થોડે આગળ જંગલ તરફ નીકળી ગયો
– જંગલમાં તેને ત્યાં નદી કિનારે બીજી તરફ માટી પડવાથી બનેલા એક મોટા બખોલમાં અજીબોગરીબ પથ્થર દેખાયો. તે પથ્થર દેખાવમાં થોડો અલગ હતો અને તેમાં એક બખોલ પણ હતી. તેને જોયા બાદ તેણે તેની નજીક જઈને હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો
– જયારે તે ખેડૂત તેની નજીક પહોંચ્યો તો તેણે જોયું કે તે વસ્તુ પથ્થર જેવી જરૂર છે પણ પથ્થર નથી. તે અજીબોગરીબ વસ્તુ કીચડમાં પડેલી હતી અને આ જ કારણે તેને ઓળખવું મુશ્કેલ હતું. આ પછી તેણે તેની માટીને થોડું સાફ કર્યું, તો તેને લાગ્યું કે હોય ના હોય આ ડાયનોસરનું ઈંડુ જ હશે.

* પત્ની અને ગામના લોકોને બોલાવ્યા:
– આ પછી તે ખેડૂત પોતાના ગામ પાછો ફર્યો અને આ અંગે તેની પત્ની અને અન્ય લોકોને જણાવ્યું. તેમણે તેને કહ્યું કે મને એક મોટું ઈંડુ મળ્યું છે, જે એકદમ ડાયનોસોરના ઈંડા જેવું જ છે
– ખેડૂતની પત્ની અને અન્ય લોકોએ તેને જોયું તો તેમને આ ઈંડા જેવી વસ્તુ હોલિવૂડ ફિલ્મ ‘જુરાસિક પાર્ક’ના સેટનો હિસ્સો લાગ્યો. જોકે ત્યાં હાજર તમામ લોકો આ વાતને લઈને સંપૂર્ણ રીતે અવઢવમાં હતા. ત્યાં ઘણી પબ્લિક જમા થઇ રહી હતી, જેના પછી ખેડૂતે આ વિશે પોલીસને ખબર કરી દીધી
– પોલીસ પણ ત્યાં પહોંચી તો ગઈ, પણ ઈંડાની હકીકતને લઈને તે પણ મૂંઝવણમાં મુકાયા હતા.

* કૂતરાએ પોલીસને કલૂ આપી
– પોલીસ પણ મૂંઝવણમાં હતી અને તેમને પણ કઈ સમજ ન પડતા તેઓએ પુરાતત્વ વિભાગને જાણકારી આપી અને એક્સપર્ટ્સને બોલાવવાનું નક્કી કર્યું
– કૂતરો આ જગ્યા પર આવીને સૂંઘવા અને ભોંકવા લાગ્યો હતો. ત્યાં હાજર લોકોને આ સમજવામાં વાર ન લાગી કે આ એક સાધારણ પથ્થરથી વધુ કઈ છે નહીં
– તજજ્ઞો મુજબ તે 2 ટનની પથરીલી વસ્તુ વિશાળ ગ્લીપ્ટોડોન નામના જીવની ચામડી હતી. જાણકારો મુજબ આટલા વર્ષો પછી આ દુર્લભ જાનવરની સ્કિન મળવી અદભુત વસ્તુ હતી

Add a Comment

Your email address will not be published. Required fields are marked *