LIVE વીડિયો: વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનો પગ તારમાં અડી જતાં મોત

Spread the love

634900c7df34492a000e1a7f822edab8સુરતમાંથી એક લાઈવ મોતનો વીડિયો સામે આવ્યો છે. 

સુરતમાં એક અસ્થિર મગજનો યુવાન વીજ પોલના થાંભલા પર ચઢી ગયો હતો. આ યુવાન દારૂના નશામાં ચૂર હતો અને કલાકો સુધી સમગ્ર માહોલને માથે લીધો

હતો. જો કે લોકો દ્વારા તેને નીચે ઉતારવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ યુવક નીચે ઉતર્યો ન હતો. આ યુવક થાંભલા પર એક લાકડી સાથે લઈને ચડ્યો હતો અને  બાજુમાં રહેલી બારીના કાચને પણ તોડી નાખ્યો હતો. જો કે અચાનક તેનો પગ હાઈ ટેન્શન વાયર જોડે અડી જતા ભડકો થયો હતો અને તેની નીચે પટકાયો હતો.

 

આ સમગ્ર ઘટના મનપા સંચાલિત આવાસ યોજનામાં બની હોવાનું સામે આવી આવ્યું છે. હચમચાવનારી ઘટનાનો આ વિડિઓ હાલ તો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે અહિયા ઉભેલા લોકોએ ફાયર અથવા પોલીસને જાણ કરી હોત તો આ ઘટના ન બની હોત. હાલ તો પોલીસ માટે આ તપાસનો વિષય બન્યો

છે.

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *