Live CCTV :મહેસાણાઃ યુવકની હત્યાનો કાળજું કંપવી દેતો વીડિયો આવ્યો સામે

Spread the love

મહેસાણામાં ગત મહિના થયેલી હત્યાનો એક કાળજુ કંપાવી દેતો વીડિયો સામે આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. શાહીબાગ વિસ્તારમાં એક યુવક પર બે લોકો લાકડી અને હથિયાર સાથે તૂટી પડ્યા હતા. સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે હત્યા નિપજાવનાર બંને લોકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

મહેસાણાના શાહીબાગ વિસ્તારમાં 21મી મેના રોજ એક યુવક પર બપોરે હુમલો થયો હતો. હુમલો કરનાર બે વ્યક્તિઓ હતા. હુમલા બાદ યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. સીસીટીવી ફૂડેજમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાના ચોક પર ઉભો છે ત્યારે બે લોકો સામેથી લાકડી અને હથિયારો સાથે તેના તરફ દોડી આવે છે. આ સમયે એક એક્ટિવા ચાલક પણ તેની બાજુમાંથી પસાર થઈ રહ્યો છે.

 

મહેસાણાઃ યુવકની હત્યાનો કાળજું કંપવી દેતો વીડિયો આવ્યો સામે

યુવક પર હુમલો થયો તેના ફૂટેજ

મહેસાણામાં ગત મહિના થયેલી હત્યાનો એક કાળજુ કંપાવી દેતો વીડિયો સામે આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. શાહીબાગ વિસ્તારમાં એક યુવક પર બે લોકો લાકડી અને હથિયાર સાથે તૂટી પડ્યા હતા. સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે હત્યા નિપજાવનાર બંને લોકોની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

મહેસાણાના શાહીબાગ વિસ્તારમાં 21મી મેના રોજ એક યુવક પર બપોરે હુમલો થયો હતો. હુમલો કરનાર બે વ્યક્તિઓ હતા. હુમલા બાદ યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો. સીસીટીવી ફૂડેજમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાના ચોક પર ઉભો છે ત્યારે બે લોકો સામેથી લાકડી અને હથિયારો સાથે તેના તરફ દોડી આવે છે. આ સમયે એક એક્ટિવા ચાલક પણ તેની બાજુમાંથી પસાર થઈ રહ્યો છે.

 

પતાવી દેવાના ઈરાદા સાથે જ આવ્યા હતા હુમલાખોરો

સીસીટીવી ફૂટેજ જોઈને લાગે છે કે બંને હુમલાખોરો હથિયાર સાથે યુવકને પતાવી દેવાના ઈરાદા સાથે જ દોડી આવ્યા હતા. યુવકની નજીક આવતા જ એક વ્યક્તિ લાકડી અને બીજી વ્યક્તિ ધારીયાથી તેના પર હુમલો કરી દે છે. યુવક બચવાનો પ્રયાસ કરે છે પરંતુ એક સાથે બે ફટકા લાગતા તે જમીન પર ઢળી પડે છે. બાદમાં બંને હુમલાકોરો તેના પર અસંખ્ય પ્રહાર કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે. હુમલા બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાનું જણાવા મળ્યું છે.

તસવીરોમાં જુઓ યુવક પર કેવી રીતે થયો હતો હુમલો

બંને હુમલાખોરોએ એક સાથે જ હુમલો કરી દેતા યુવકને બચવાનો કે ભાગવાનો મોકો ન મળ્યો.

બંને હુમલાખોરોએ યુવક પર અસંખ્ય વાર કર્યા

યુવક પર હુમલા બાદ બંને હુમલાખોરો ફરાર થઈ ગયા.

 

Video:-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *