રાજસ્થાનમાં સ્કૂટી સહિત ગટરમાં ડૂબી યુવતી, ફક્ત આંગળી રહી બહાર, સમયસર જોઇ જતાં યુવકે બચાવ્યો જીવ

Spread the love

બૂંદી (રાજસ્થાન): સોમવારે સાંજે પોતાની ક્લાસમેટ પાસેથી નોટ્સ લઇને સ્કૂટી પર ઘરે પાછી ફરી રહેલી વિદ્યાર્થિની પ્રાચી શૃંગી ઘુમાવદાર ઊંડી ગટરમાં સ્કૂટી સહિત પડી ગઇ, જેમાં તે લગભગ ડૂબી જ ગઇ હતી. જો કે, રાહદારીઓની નજર તેની આંગળીઓ પર પડી ગઇ. તત્પરતા દર્શાવીને એક યુવકે તેને સકુશળ બહાર કાઢી લીધી. ગટરમાં પડી ગયેલા સ્કૂટીને બહાર કાઢવામાં કલાક જેટલો સમય લાગી ગયો.

પ્રાચીના શબ્દોમાં જ જાણો આખો ઘટનાક્રમ

– હું એમકોમ પ્રિવિયસની વિદ્યાર્થિની છું. સોમવારે બહેનપણીના ઘરેથી પાછા ફરતા સમયે જબરદસ્ત વરસાદ શરૂ થઇ ગયો. ચિત્તોડરોડથી લંકાગેટ તરફના વળાંક પર પાણી ભરાયેલા હતા.
– મારી સ્કૂટીની આગળ એક ટ્રક ચાલી રહ્યો હતો. વળાંક પાસે ટ્રક અટકી ગયો. ટ્રક જ્યારે આગળ ન વધ્યો તો સ્કૂટી કાઢવા માટે મેં સાઇડમાં થઇને નીકળી જવા વિચાર્યું. રસ્તા પર પાણી અને ગટર હોવાનો ખ્યાલ ન હતો.
– હું સ્કૂટી સહિત ગટરમાં પડી ગઇ. ગટર એટલી ઊંડી હતી કે હું આખી તેમાં ડૂબી ગઇ. વહેણ ઝડપી હોવાને કારણે હું અચાનક ઉપર તરફ આવી ગઇ. મારા પગ કાદવમાં ધસી ગયેલા સ્કૂટીના પેંડલ પર આવી ગયા.
– હું તેના પર ઊભી રહી ગઇ. સ્કૂટી પર ઊભા રહ્યા પછી પણ મારા હાથની ફક્ત આંગળીઓ જ બહાર નીકળી શકી. અચાનક કોઇએ મારા હાથની આંગળીઓ પકડી દીધી અને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો.
– તેમણે મને કહ્યું- જ્યાં ઊભી છે, ત્યાં જ રહેજે. પછી મારો હાથ પકડીને તેમણે મને બહાર ખેંચી લીધી. બહાર આવીને જોયું કે લોકો મોબાઈલ પર વીડિયો બનાવી રહ્યા છે તો મન દુઃખી થઇ ગયું.

કેવી રીતે બચાવી, જાણો રણવીર ગુર્જરના શબ્દોમાં

– હું પંચાયત સહાયકના પદ પર કાર્યરત છું. હું લંકાગેટ તરફ આવી રહ્યો હતો. વળાંક પાસે જામ લાગ્યો હતો. મેં જોયું કે મારી સાઇડમાં ચાલી રહેલી સ્કૂટી સવાર છોકરી બચાવ માટે ચીસો પાડતી હતી.
– હું કંઇ સમજી શકું ત્યાં સુધીમાં તો તેની સ્કૂટીનું આગળનું ટાયર ગટરમાં જઇ ચૂક્યું હતું. જોતજોતમાં તે પણ ગટરમાં સમાઇ ગઇ. મેં પણ તેને બચાવવા માટે બૂમ પાડી પરંતુ કોઇએ સાંભળ્યું નહીં.
– હું તરત મારી બાઇક ફેંકીને ગટર તરફ દોડ્યો. છોકરી ગટરમાં ઊંડે સુધી પહોંચી ગઇ હતી. ફક્ત તેના એક હાથનો પંજો બહાર હતો. મેં તેના હાથને કચકચાવીને પકડી લીધો. પછી ધીમે-ધીમે તેને બહાર કાઢવી શરૂ કરી. 10 સેકન્ડ્સ પણ વધુ વાર થઇ હોત તો બચાવવી મુશ્કેલ થઇ જાત.
– છોકરી ગભરાયેલી હતી, પરંતુ તેણે હિંમત નહોતી હારી. તેણે મને નામ અને એડ્રેસ આપ્યા. તેનો મોબાઈલ પાણીમાં ખરાબ થઇ ગયો હતો. ત્યારબાદ તેણે કોઇ દુકાનદારના મોબાઈલથી પિતા સાથે વાત કરીને તેમને બોલાવ્યા.

ગટર કોઇપણ વિભાગની હોય, સવાલ લોકોની સુરક્ષાનો

– પીડબલ્યુડીના જગદીશ મંત્રીએ કહ્યું કે, ગટર કોઇપણ વિભાગની હોય, સવાલ લોકોની સુરક્ષાનો છે. આજે જે અકસ્માત થયો તે ઘણો ગંભીર છે. પીડબલ્યુડી તરફથી ત્યાં સુરક્ષા રેલિંગ બનાવી દેવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે.
– સભાપત મહાવીર મોદીએ કહ્યું, ગટર પીડબલ્યુડીની છે. કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી છોકરી અને તેની સ્કૂટી બહાર કાઢી લેવામાં આવી હતી

Add a Comment

Your email address will not be published. Required fields are marked *