સુરત બાળકી હત્યા કેસઃ ઓળખ માટે CPએ સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપીલ કરી

Spread the love

સુરતઃ પાંડેસરામાંથી ચાર વર્ષીય બાળકીની હત્યા કરાયેલી લાશ મળી તે કિસ્સામાં બાળકીની ઓળખ થાય તે માટે સોશિયલ મીડિયામાં લાઈવ થઈ પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે. જ્યારે મસ્જિદના મૌલવીઓનો સંપર્ક કરી સાંજની નમાઝ વખતે આ બાળકી અંગે એનાઉન્સમેન્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા પાંચ દિવસથી ચાર મસ્જિદમાં આ રીતે સાંજની નમાઝ વખતે બાળકી અંગેની વાત લાઉડ સ્પીકર પર કરવામાં આવે છે.

પોલીસ કમિશર ફેસબૂકમાં લાઈવ થઈ અપીલ કરી

એક અઠવાડિયા પૂર્વે પાંડેસરામાંથી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેના માથા અને શરીરમાં ઇજાનાં 30 જેટલાં નિશાનો હતા. આ બાળકીની ઓળખ ન થતાં પાંડેસરા પોલીસ ઉપરાંત ડીસીબી,પીસીબી, એસઓજીની ટીમો પણ કામે લાગી હતી. આમ છતાં હજુ સુધી ઓળખ થઈ શકી નથી. તેવા સંજોગોમાં આજે પોલીસ કમિશનર સતીષ શર્મા ફેસબૂક પર સુરત સિટી પોલીસના પેઈઝ લાઈવ થયા હતા. અને લોકોને બાળકી અંગે માહિતી આપવા અને ઓળખ કરવામાં સાથ આપવા અપીલ કરી હતી.

મસ્જિદમાં લાઉડ સ્પીકરમાં એનાઉસમેન્ટ

પાંડેસરાના પોઈ કે.બી. ઝાલાએ પાંડેસરા અને સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી 4 મસ્જિદના મૌલવીનો સંપર્ક કરી સાંજની નમાઝ વખતે આ બાળકી અંગેની જાણકારી લાઉડ સ્પીકર પર જાહેર કરવા અપીલ કરી હતી. જેના કારણે છેલ્લા પાંચ દિવસથી ચાર મસ્જિદમાં લાઉડ સ્પીકર પર જાહેરાત કરવામાં આવે છે. જેમાં તમારી આજુબાજુના વિસ્તારમાં કોઈ બાળકી પહેલા જોવા મળતી હોય અને છેલ્લા સાત-આઠ દિવસથી જોવા ન મળતી હોય તો પાંડેસરા પોલીસનો સંપર્ક કરવો.

150 જેટલી આંગણવાડી પોલીસે ચેક કરી

અત્યાર સુધીમાં 150 જેટલી આંગણવાડી પોલીસે ચેક કરી છે. તમામ બાળકોની હાજરી ચેક કરી છે. જેમાં આ બાળકીની ઓળખ થઈ નથી. આ ઉપરાંત હજારોની સંખ્યામાં પેમ્ફલેટ ચોંટાડ્યા છે. 12 જેટલા સીસી કેમેરાના ફૂટેજ ચેક કર્યા છે. હજારો મકાનમાં ઘરે ઘરે જઈ બાળકીનો ફોટો બતાવી ઓળખ કરવાના પ્રયાસો કર્યા છે. દે

પોલીસ મિત્રનો સહકાર લેવાયો

શભરમાંથી ગુમ થયેલાં બાળકોની વિગતો મેળવી તેની સાથે આ ફોટો મેચ કરાયો છે. સોશિયલ મીડિયાનો સહારો લેવાયો છે. પોલીસ મિત્રનો સહકાર લેવાયો છે. બે સામાજિક સંસ્થાના સેવાભાવી કાર્યકરો પણ પોલીસની મદદમાં સતત કાર્યરત છે. આટલી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ બાળકીની ઓળખ થઈ નથી.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *