PM મોદીએ ઓટોગ્રાફ આપ્યોને યુવતી માટે મૂરતિયાઓની લાગી લાઇન

Spread the love

પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં થયેલ ટેન્ટ અકસ્માતમાં વારંવાર બચી ગયેલ વિદ્યાર્થી રીતા મુદીએ કયારેય વિચાર્યું નહીં હોય કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ મેળવી પોતાના ગામમાં સેલિબ્રિટી બની જશે. ક્રિશ્ચન કોલેજમાં સેકન્ડ ઇયરની સ્ટુડન્ટ છે. તેનું ગામ રાજધાની કોલકત્તાથી 230 કિલોમીટર દૂર છે. ઓટોગ્રાફ મેળવ્યા બાદ તે ચર્ચાનો વિષય બની ગઇ છે અને તેની પાસે લગ્નના પ્રસ્તાવ આવવા લાગ્યા છે.

રીટા સાથે લગ્ન કરવા અત્યાર સુધીમાં બે માંગા આવી ચૂકયા છે અને તેના છેલ્લાં 10 દિવસ ખૂબ જ ભાગદોડવાળા રહ્યાં છે. રીટાએ ગુરૂવારના રોજ અગ્રણી અખબાર સાથે વાત કરતાં કહ્યું કે એ દિવસે જ્યારે હોસ્પિટલમાં વડાપ્રધાન મોદી મારી પાસે આ્યા મેં તેમને કહ્યું કે હું તમને જોઇને ખૂબ જ ખુશ છું.

દરેક લોકો જોવા માંગે છે ઓટોગ્રાફ
આપને જણાવી દઇએ કે 16 જુલાઇના રોજ રીટા પોતાની માતા અને બહેનની સાથે પીએમ મોદીને સાંભળવા મિદનાપુર ગયા હતા. રીટા અને તેમનો પરિવાર એક ટેન્ટ નીચે બેઠો હતો તે તૂટી ગયો. તેમાં રીટા ઘાયલ થઇ ગઇ અને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી. પીએમ મોદી રેલી બાદ હોસ્પિટલ પહોંચ્યા અને રીટા સહિત બીજા ઘાયલોની મુલાકાત કરી. રીટાએ કહ્યું કે મેં પીએમને ઓટોગ્રોફ માટે કહ્યું. મેં જોયું કે તેઓ થોડા ખચકાયા પરંતુ મેં ભારપૂર્વક કહ્યું. ત્યારબાદ પીએમ એ કાગળના એક ટુકડા પર લખ્યું કે રીટા મુદી તુમ સુખી રહો. નરેન્દ્ર મોદી.

રીટાએ કહ્યું કે આ ઘટનાના બીજા જ દિવસથી અમારા ઘરે લોકોની લાઇન લાગી. તેઓ તમામ ઓટોગ્રાફને જોવા માંગતા હતા. રીટાની માતા સંધ્યા એ કહ્યું કે મારા ઘરે લોકો માત્ર ઓટોગ્રાફ જોવા જ નહોતો આવતા પરંતુ લગ્નના બે માંગા પણ આવ્યા છે. તેમાંથી એક તો ઝારખંડના ટાટાનગરથી છે. છોકરો પોતાનો બિઝનેસ કરે છે અને તેને કોઇ માંગણી કરી નથી. બીજું માંગું બાંકુરાથી આવ્યું છે.

હજુ ભણવા માંગે છે સંધ્યા
સંધ્યા એ કહ્યું કે બાંકુરાના છોકરાની પાસે ખેતીની જમીન છે. હજુ મારી બંને દીકરીઓ ભણવા માંગે છે. આથી અમે લગ્નના પ્રસ્તાવને સ્વીકાર્યો નથી. આની પહેલાં રીટાના પરિવારની પાસે લગ્નનો એક પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ તેઓ 1 લાખ રૂપિયા દહેજ માંગી રહ્યાં હતા. રીટાના પિતાની પાસે તેમને આપવા માટે આટલા પૈસા નહોતા. રીટાએ કહ્યું કે લગ્ન ત્યારે થશે જ્યારે મારા પેરેન્ટસ ઇચ્છશે. પરંતુ હું અત્યારે અભ્યાસ કરવા માંગું છું

Add a Comment

Your email address will not be published. Required fields are marked *