Video : આ પથ્થરથી નીકળે છે લોહી અને માંસ,ખાવા માટે લોકો ચૂકવે છે મોટી કિંમત

Spread the love

images (13)

મોટાંભાગે જ્યારે કોઇ વ્યક્તિ કે જાનવર ઉપરથી નીચે પડે છે અથવા જ્યારે તેને કંઇક વાગે છે તો દુખાવાનો અનુભવ થાય છે. તેની સાથે જ જ્યાં વાગ્યું હોય ત્યાં લોહી નીકળવા લાગે છે. આવું થવું ખૂબ જ સ્વાભાવિક છે પરંતું જો તમે ક્યારેય કોઇ પથ્થરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકો અને જુઓ કે તેમાંથી લોહી નીકળી રહ્યું છે તો તમને તમારી આંખ ઉપર વિશ્વાસ થશે નહીં.

આજે અમે તમને એક એવા જ પથ્થર વિશે જણાવી રહ્યા છીએ જેને કંઇક વાગે તો તેમાંથી લોહી નીકળે છે. અમે અહીં વાત કરી રહ્યા છીએ Pyura Chilensis વિશે. જોકે, આ પથ્થર જેવો દેખાવ ધરાવનાર એક સમુદ્રી જીવ છે જે ચિલી અને પેરૂના સમુદ્ર કિનારે વિશાળ સંખ્યામાં મળી આવે છે.

yasayan-kaya-ozellikleri

લોકો પહેલીવાર જ્યારે તેને જોવે છે તો તેઓ આ જીવને એક પથ્થર જ સમજવાની ભુલ કરે છે. આશ્ચર્યની વાત ત્યારે થાય છે જ્યારે લોકો તેને પથ્થર સમજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેંકે છે ત્યારે તેમાંથી લોહી નીકળવા લાગે છે. જોકે, સ્થાનીય લોકો તેના વિશે જાણે છે.

images (1)

નોંધનીય છે કે Pyura Chilensis એક અન્ય સમુદ્રી જીવની જેમ જ હોય છે જે શ્વાસ લે છે, ભોજન પણ કે છે અને અન્ય જીવની જેમ બાળકોને જન્મ પણ આપે છે. તેની બહારની ત્વચા ખૂબ જ કડક હોય છે પરંતું અંદરની ત્વચા તેટલી જ નરમ અને મુલાયમ હોય છે. આ જીવ ચટ્ટાન ઉપર ચોંટેલાં હોય છે જે ધીમે-ધીમે મોટાં થાય છે.

Pyura Chilensis ના માંસને લોકો કાચું ખાવું જ પસંદ કરે છે. તેનું માંસ કાઢવા માટે લોકોને તેજ છરીની જરૂરિયાત પડે છે.

video:

Add a Comment

Your email address will not be published. Required fields are marked *