Viral video:વરાછાના એમ્બ્રોઈડરીના ખાતામાં લેડી ડોન ભૂરીનો આતંક, જુઓ વીડિયો

Spread the love

વરાછા વિસ્તારમાં ખોફનું બીજું નામ ભૂરી છે. આજકાલ ભૂરી બહુ બેફામ બની ગઈ છે. મા-બાપના હાથમાંથી નીકળી ગઈ છે. વરાછા વિસ્તારમાં છડેચોક છૂરાબાજી કરતી અને લોકોને ધમકાવતી લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

લેડી ડોન ભૂરીના કરતુતો હવે વધી પડ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે સસ્તી પ્રસિદ્વિ મેળવવા માટે અસ્મિતા ઉર્ફે ભૂરી આવાં ગાંડાચાળા કરે છે અને લોકોને તલવારથી બિવડાવવાનો ખેલ કરે છે.

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભૂરી અને તેનો વાઉચર એમ્બ્રોઈડરીના ખાતામાં ઘૂસી જઈને તોડફોડ કરે છે. તલાવરને હવામાં વિંઝી હાજર કારીગરોને ભગાડી રહ્યો છે. આવા વાઉચરો સાથે ભૂરી રોજેરોજ નવી જગ્યાએ જઈને ધાક-ધમકી સામ્રાજ્ય ઉભું કર્યું છે.

ગઈકાલે લેડી ડોન ભૂરીનો દુકાન બંધ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પણ ભૂરી દુકાનદારને છરા અને તલવારથી ડરાવી ધમકાવી જોવા મળી હતી.

પોલીસે ભૂરીને આજે કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટમાં આવી ત્યારે ભૂરીએ કહ્યું કે મારા સાથીઓ આ બધું કરે છે. મને તલવાર ચલાવતા પણ આવડતી નથી. આમ ભૂરી પોતે ડાહી ડમરી હોવાનો ડોળ કરે છે અને લૂલો બચાવ કરી રહી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે

Add a Comment

Your email address will not be published. Required fields are marked *