Viral video,સુરત: લેડી ડોને ખુલ્લી તલવાર સાથે બંધ કરાવ્યો પાનનો ગલ્લો

Spread the love

48c363bea3b290afa6a2a563ec3967a5

સુરતમાં ધૂળેટીનાં દિવસે નશામાં ચકચૂર થઇને હથિયાર દ્વારા આતંક મચાવનાર લેડી ડોન ભૂરીએ એકવાર ફરી માથુ ઉંચક્યું છે. અસલામત ગુજરાતનો વધુ એક પુરાવો આપતા લેડી ડોન ભૂરીનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. લેડી ડોન ભૂરીનો સુરતનાં વરાછામાં હાથમાં હથિયાર સાથેનો એક વધુ વિડીયો વાઇરલ થયો છે. લેડી ડોન ભૂરીએ તલવાર હાથમાં લઇને પાનનો ગલ્લો બંધ કરાવ્યો હતો.

f4192673fbebd3f63eb7a0a03a685d50

વિડીયોમાં લેડી ડોન સાથે એક યુવક પણ જોવા મળી રહ્યો છે. આ ઘટના 21મી મેની છે. આ ઘટનાનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે, ત્યારે પ્રશ્ન એ છે કે અસામાજિક તત્વો સામે પોલીસ મૌન કેમ રહે છે? શું પોલીસ આ લેડી ડોનથી ડરે છે? અથવા શું પોલીસ ત્યારે પગલા ભરશે જ્યારે કોઇ અનિશ્નનિય બનાવ બનશે?

Add a Comment

Your email address will not be published. Required fields are marked *