હત્યાઓની ઘટનાઓ ભયંકર, એપનો દુરપયોગ થતાં અટકાવીશું : Whatsapp

Spread the love

Whats-App-navgujarattimes

વોટસએપ દ્વારા ફેલાયેલી અફવાઓને કારણે અનેક નિર્દોષ લોકોને પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવતા સરકારે વોટસએપ વિરુદ્ધ કરેલી લાલ આંખ અને પગલાં લેવાની ઉચ્ચારેલી ચિમકી પછી વોટસએપે પણ માન્યું કે એપના દુરપયોગ થકી થયેલી હત્યાઓની ઘટના ભયંકર અને જઘન્ય કૃત્ય છે. તેને અટકાવવા ચોક્કસપણે સત્વરે પગલાં લેવાશે. વોટ્સએપે આ મામલે સૂચના અને તકનિકી મંત્રાલયનને એક પત્ર લખ્યો છે. જેમાં એપનો દુરપયોગ રોકવા માટે  ઉપાયોની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

દેશના અનેક પ્રદેશોમાં વોટસએપ મેસેજ થકી ફેલાવામાં આવેલી ખોટી અફવાઓને પગલે હત્યાઓની અનેક ઘટનાઓ સામે આવી હતી. જે પછી કેન્દ્ર સરકારે કડક રવૈયો અપનાવતા, મંગળવારે વોટસએપ અને સોશિયલ મીડિયાને નિર્દેશ આપ્યા હતા. જેમાં ‘ગેર જવાબદાર અને વિસ્ફોટક મેસેજ’ને માટે પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ થતાં રોકે તેમ આદેશ આપ્યા હતા. અને સ્પષ્ટ પણે જણાવી દીધું હતું કે આ મામલે વોટસએપ પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે નહિં.

વોટસએપે બુધવારે સરકારને કહ્યું કે તે વોટસએપ પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ અને ખોટી માહિતીઓ ને લઈને ચિંતિત છે. આ મામલે સરકારે, સમાજ અને ટેકનોલોજી કંપનીઓની સાથે મળીને કામ કરવાની જરૂરિયાત છે. ફેસબુકની માલિકી વાળી વોટસએપે ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના તેમજ ટેકનોલોજી મંત્રાલયને એક પત્ર લખ્યો છે. પત્રમાં કંપનીએ કહ્યું કે પાછલા કેટલાંક દિવસોમાં થયેલી હિંસાના મામલે તે પણ ચિંતિત છે.

વોટસએપે પત્રમાં લખ્યું છે કે, ‘ તમારા બે જુલાઈના પત્ર માટે ધન્યવાદ ! ભારત સરકારની જેમ અમે પણ આ મામલાને લઈને ચિંતિત છીએ. અમે માનીએ છે કે આ એક પડકાર છે. અને એનાથી નિપટવા માટે સરકાર, સમાજ અને ટેકનોલોજી કંપનીઓએ સાથે મળીને કામ કરવું પડશે.’

Add a Comment

Your email address will not be published. Required fields are marked *